અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયાના દાવાઓને નકારી કાઢતાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું છે કે તેઓ ભારતમાં ચાલી રહેલી તપાસ પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ ધરાવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે એર ક્રાફ્ટ એક્સીડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ પારદર્શક અને વ્યાવસાયિક ધોરણે ચાલી રહી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે આ પહેલો પ્રસંગ છે જ્યારે બ્લેક બોક્સમાંથી ડેટાનું ડીકોડિંગ ભારતમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. અગાઉ આવા પ્રકારનો ડેટા વિદેશ મોકલવો પડતો હતો. “આ દેશ માટે મોટી ઉપલબ્ધિ છે કે હવે ટેકનિકલ રીતે અમે આ કાર્ય માટે આત્મનિર્ભર બની ગયા છીએ,” એમ તેમણે ઉમેર્યું.
મંત્રીએ અમેરિકાના કેટલાક મીડિયા હાઉસ, ખાસ કરીને વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ તરફથી પાઇલટ્સને દોષી ઠેરવતી અણધારી રીતે પ્રકાશિત થયેલી માહિતી પર પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે આ પ્રકારની અણાધારિત વિગતોથી સામાન્ય જનતામાં ભ્રમ ન ફેલાવાની અપીલ કરી.
“પ્રારંભિક અહેવાલ આવી ગયો છે, પરંતુ આખરી રિપોર્ટ હજુ બાકી છે. તેનાથી પહેલા કોઈ પણ પ્રકારના નિષ્કર્ષ પર ન પહોંચવું એ જ સાવચેતી રહેશે,” એમ નાયડુએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે દરેકને અધૂરી માહિતીની બદલે તપાસ માટે થોડો સમય આપવો જાઈએ જેથી અધિકારીઓ સંપૂર્ણ ડેટાની છણાવટ કરી શકે.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, દેશની તપાસ એજન્સી છછૈંમ્ સંપૂર્ણ વ્યવસાયિક રીતે અને ટેકનિકલ ક્ષમતા સાથે કાર્યરત છે અને તેમને ભારતની કામગીરી પર ગૌરવ છે.તેમણે સૌને અનુરોધ કર્યો કે તેઓ માત્ર સત્તાવાર અહેવાલોની જ રાહ જાવે અને પણાંખી દાવાઓથી દૂર રહે.