અમદાવાદ ખાતે ખોડલ કોર્પોરેશન દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. જાણીતી કન્સ્ટ્રક્શન કંપની અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહેતા ખોડલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉલટી પડ્‌યા હતા.