અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઇ-૧૭૧ અકસ્માત અંગે એરક્રાફ્ટ એકસીડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો (એએઆઇબી) નો પહેલો અહેવાલ બહાર આવ્યો છે. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૭૪ લોકો માર્યા ગયા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વિમાનના બંને એન્જીનને બળતણ પૂરું પાડતા સ્વીચો અચાનક બંધ થઈ ગયા હતા અને આ પછી પાઇલટ્સમાં મૂંઝવણ ઊભી થઈ હતી. જોકે, તપાસ એજન્સીએ આ અકસ્માતમાં તોડફોડ અથવા પક્ષી સાથે અથડાવાની શક્યતાને નકારી કાઢી છે.એએઆઇબીએ તેના પ્રારંભિક અહેવાલમાં જણાવ્યું હતું કે લંડન જતી ફ્લાઇટે ૧૮૦ નોટની મહત્તમ ગતિ હાંસલ કરી હતી અને પછી બંને એન્જીનના બળતણ કાપવાના સ્વીચો એક-એક સેકન્ડના અંતરાલ પર બંધ થઈ ગયા હતા. આ પછી, વિમાન ઝડપથી ઊંચાઈ ગુમાવી બેઠું અને અમદાવાદના મેઘનાનગર વિસ્તારમાં સ્થિત બીજે મેડિકલ કોલેજ પર પડ્યું. અકસ્માત પછી, વિમાનમાં સવાર ૨૪૨ મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો.
રિપોર્ટમાં કોકપીટ વોઇસ રેકોર્ડરનો પણ ઉલ્લેખ છે. આમાં, એક પાઇલટ બીજા પાઇલટને પૂછે છે કે તેણે ઇંધણ કેમ બંધ કર્યું, જેના પર બીજા જવાબ આપે છે કે તેણે આવું ન કર્યું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇંધણ પુરવઠો બંધ થયા પછી તરત જ એન્જીનની ગતિમાં ઘટાડો શરૂ થયો. આ ટેકનિકલ ખામીને હવે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, અકસ્માત પહેલા વિમાનમાં મૂકવામાં આવેલું ઇંધણ પણ ધોરણોનું સંપૂર્ણ પાલન કરતું હોવાનું જાણવા મળ્યું. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન લેબમાં ફ્યુઅલ બાઉઝર અને ટાંકીમાંથી લેવામાં આવેલા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બધા નમૂના સંતોષકારક મળ્યા હતા. આનો અર્થ એ છે કે ઇંધણની ગુણવત્તામાં કોઈ ખામી નહોતી.જો એર ઇન્ડિયાએ ૨૦૧૮ માં યુએસ એજન્સીની સલાહ સ્વીકારી હોત, તો કદાચ અમદાવાદ પ્લેન ક્રેશ ટાળી શકાયો હોત. આ ભયાનક અકસ્માતની તપાસ કરી રહેલા એરક્રાફ્ટ એકસીડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરોના રિપોર્ટમાં એક મોટું સત્ય બહાર આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન એજન્સી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને સાત વર્ષ પહેલાં એર ઇન્ડિયાને એન્જીન ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ અંગે મહત્વપૂર્ણ સલાહ આપી હતી. પરંતુ એર ઇન્ડિયાએ તેની અવગણના કરી હતી. એર ઇન્ડિયાએ કહ્યું હતું કે એફએએએ ફક્ત સલાહ જારી કરી હતી, તે ફરજિયાત સૂચના નહોતી. તેથી, એન્જીન ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. ટ્રેન્ડીઇનગ વીડિયો એરક્રાફ્ટ એકસીડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરોએ તપાસ રિપોર્ટમાં કહ્યું છે કે યુએસ એજન્સી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ સ્પેશિયલ એરવર્થિનેસ ઇન્ફર્મેશન બુલેટિન નંબર એનએમ-૧૮-૩૩ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું લોકિંગ ફીચર નિÂષ્ક્રય હોવાની શક્યતા છે.એફએએએ બોઇંગ ૭૩૭ મોડેલ એરક્રાફ્ટના કેટલાક ઓપરેટરો પાસેથી મળેલા અહેવાલોના આધારે આ સલાહ જારી કરી હતી. ઓપરેટરોએ રિપોર્ટમાં કહ્યું હતું કે આ મોડેલના કેટલાક એરક્રાફ્ટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચનું લોકિંગ ફીચર નિસ્ક્રિય હતું.
એર ઇન્ડિયાના વિમાનના જાળવણી રેકોર્ડની તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતગ્રસ્ત વિમાનના થ્રોટલ કંટ્રોલ મોડ્યુલને ૨૦૧૯ અને ૨૦૨૩ માં બદલવામાં આવ્યું હતું. જોકે, આ ફેરફાર ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સાથે સંબંધિત નહોતો. ઉપરાંત, ૨૦૨૩ થી વિમાનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સાથે સંબંધિત કોઈ ખામી નોંધાઈ નથી.
વિમાન દુર્ઘટના અંગે, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે પહેલાથી જ કહ્યું હતું કે તોડફોડની શક્યતા સહિત તમામ સંભવિત ખૂણાથી તપાસ કરવામાં આવી રહી છે. જોકે, એએઆઇબીના પ્રારંભિક અહેવાલમાં આ વાતની પુષ્ટિ થઈ નથી. એર ઇન્ડિયાએ પણ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ કોઈ વિગતવાર ટિપ્પણી કરશે નહીં.
એરક્રાફ્ટ એકસીડેન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો ના પ્રારંભિક અહેવાલ મુજબ, ટેક-ઓફ સમયે વિમાનમાં ૫૪,૨૦૦ કિલો ઇંધણ ભરવામાં આવ્યું હતું. લોડ અને ટ્રીમ શીટ મુજબ, વિમાનનું ટેક-ઓફ વજન ૨,૧૩,૪૦૧ કિલો હતું, જે મહત્તમ માન્ય વજન ૨,૧૮,૧૮૩ કિલો કરતા ઓછું હતું. એટલે કે, વજન સંપૂર્ણપણે નિર્ધારિત મર્યાદામાં હતું. આ ઉપરાંત, વિમાનમાં કોઈ ખતરનાક સામાન નહોતો. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે વજન અને બળતણનો જથ્થો નિર્ધારિત મર્યાદામાં હતો, અને કોઈ ખતરનાક સામાન નહોતો, તો પછી ૩૦ સેકન્ડમાં એવું શું થયું કે વિમાન ક્રેશ થયું?
રિપોર્ટ મુજબ, વિમાને ૧૨ જૂનના રોજ બપોરે ૧ઃ૩૮ઃ૩૯ વાગ્યે ઉડાન ભરી હતી. તે સમયે કો-પાઇલટ વિમાન ઉડાડી રહ્યો હતો, જ્યારે કેપ્ટન તેનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ટેક-ઓફ કર્યા પછી થોડીક સેકન્ડમાં જ, વિમાને ૧૮૦ નોટની મહત્તમ હવાની ગતિ હાંસલ કરી. પરંતુ તરત જ, ૦૮ઃ૦૮ઃ૪૨ પર, બંને એન્જીન (એન્જીન ૧ અને એન્જીન ૨) ના ફ્યુઅલ કટઓફ સ્વીચો એક સેકન્ડના તફાવતથી રનથી કટઓફ પોઝિશન પર ખસી ગયા. આનાથી એન્જીનને ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો, અને બંને એન્જીન (એન ૧ અને એન૨) ની ગતિ ઝડપથી ઘટવા લાગી. કોકપીટ વોઇસ રેકો‹ડગ દર્શાવે છે કે વિમાનનું ઇંધણ અચાનક બંધ થઈ ગયું હતું, અને બંને પાઇલટ્સ સમજી શક્્યા ન હતા કે આવું કેમ થયું.
આ અહેવાલમાં ખુલાસો થયો છે કે ૧૨ જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના અકસ્માત દરમિયાન કોકપીટ વાઇસ રેકો‹ડગમાં એન્જીન ફેઇલર દરમિયાન બે પાઇલટ્સ વચ્ચેની મહત્વપૂર્ણ વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, એક પાઇલટને પૂછતા સાંભળવામાં આવ્યો હતો કે, “તમે ઇંધણ કેમ બંધ કર્યું?”, જેના જવાબમાં બીજાએ જવાબ આપ્યો, “મેં એવું નથી કર્યું.” આ વાતચીત ત્યારે થઈ જ્યારે વિમાનના બંને એન્જીનના ઇંધણ કટઓફ સ્વીચ ૧૩ઃ૩૮ઃ૪૨ પર ‘રન’ થી ‘કટઓફ’ માં બદલાયા. તે જ સમયે, બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર મહત્તમ ૧૮૦ નોટની ગતિએ પહોંચી ગયું હતું. અકસ્માત દરમિયાન, બે પાઇલટ્સ ફ્લાઇટ નંબર એઆઇ૧૭૧ ના નિયંત્રણમાં હતા, કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર. ૫૬ વર્ષીય કેપ્ટન સભરવાલ એક ખૂબ જ અનુભવી પાઇલટ હતા જેમણે ૧૫,૬૦૦ થી વધુ ફ્લાઇટ કલાકો કર્યા હતા, જેમાં બોઇંગ ૭૮૭ પર ૮,૫૦૦ થી વધુ ફ્લાઇટ કલાકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૩૨ વર્ષીય ફર્સ્ટ ઓફિસર કુંદરે ૩,૪૦૦ થી વધુ ફ્લાઇટ કલાકો મેળવ્યા હતા અને ૨૦૧૭ થી એર ઇન્ડિયા સાથે હતા. બંને પાસે બોઇંગ ૭૮૭ વિમાન ઉડાડવા માટેનું લાઇસન્સ અને લાયકાત હતી.