અમદાવાદમાં અજય મોદી ટ્રાવેલર્સના નામે ગ્રાહકો સાથે ૩૩ લાખની છેતરપિંડી કરવામાં આવી છે. ઉન્નતિ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ઉન્નતિ પટેલ સામે ફરિયાદ ફરિયાદ કરી છે. આલાપ મોદીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગ્રાહકો પાસેથી ફ્લાઇટ બુકિંગના નામે ૩૩.૮૭ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અજય મોદી ગુજરાતમાં ટુરિઝમ સેક્ટરમાં જાણીતું નામ છે. તેથી કોઈપણ ફરવા જનારો જ્યારે અજય મોદી ટ્રાવેલ્સમાં ફરવા જાય તો તેને બધું જ યોગ્ય હોવાનો વિશ્વાસ હોય છે. પણ અહીં લોકો તેના નામનો દૂરુપયોગ પણ કરતાં જાવા મળ્યા છે. તેના લીધે તેમના નામનો ઉપયોગ કરીને ઘણા લોકો છેતરપિંડી કરે છે ત્યારે ચોક્કસપણે તેમની વિશ્વસનીયતાને બટ્ટો લાગે છે.
ગુજરાતીઓ ફરવા માટે જાણીતા છે. તેથી ટુરિઝમના નામે જ્યારે પણ છેતરપિંડી થાય છે ત્યારે બૂમરાણ મચાવવામાં પણ ગુજરાતીઓ પહેલા હોય છે. તેથી અજય મોદી ટ્રાવેલ્સને પણ ખબર પડી કે તેના નામે છેતરપિંડી થઈ રહી છો તેણે પણ તરત જ સક્રિયતા દાખવીને પોલીસને જાણ કરી હતી. આ સિવાય ગ્રાહકોને બને તેટલો સીધો તેમનો સંપર્ક કરવા અને બીજા પર વિશ્વાસ ન કરવા જણાવ્યું હતું.
આ સાથે તેમના નામનો ઉપયોગ કરીને કોઈ કરાર કરવા જાય તો કરાર પણ ન કરવો તેમ જણાવ્યું હતું. તેમણે ગ્રાહકોને ચેતવણી આપી હતી કે અજય મોદીની અધિકૃત સાઇટ અને અધિકૃત ઓફિસનો જ સંપર્ક કરવો તેમની કોઈ ફ્રેન્ચાઇઝી તરીકે રૂપિયા ઉઘરાવે તો સત્વરે મુખ્ય ઓફિસમાં જઈને તેના અંગે જાણ કરવી અને પહેલા પૂછપરછ કરી લેવી. અજય મોદીના નામે ગ્રાહકોને કોઈ છેતરી જાય તો અજય મોદીની તે જવાબદારી નહીં રહે. ગ્રાહકોએ પણ પૂરતી ચકાસણી કર્યા પછી જ નિર્ણય કરવો.









































