અમદાવાદમાં જમીન વેચવાના બહાને કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. અમદાવાદમાં સોલા વિસ્તારમાં જમીન વેચવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. અમદાવાદમાં સોલામાં જમીન વેચવાના બહાને ૪૧ કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આંગડિયા પાસેથી રૂપિયા મેળવી લઈને પણ આરોપીઓએ જમીન આપી નથી. આરોપીઓએ જમીન માલિકના નામની ખોટી પહોંચ આપીને છેતરપિંડી આચરી હતી.આટલો મોટો કાંડ થવાના પગલે અને કૌભાંડની જટિલતાના કારણે સોલા પોલીસે આ તપાસ ઇકોનોમિક ઓફેન્સ વિંગને સોંપી હતી. ઇકોનોમિક ઓફિસ વિંગે આરોપી મિતેશ, મૌક્ષા અને પ્રતિક પટેલની આ કૌભાંડમાં ધરપકડ કરી હતી.
આ જમીન કૌભાંડના આરોપીઓએ આંગડિયાના વેપારીને વિશ્વાસમાં લઈને મોકાની જમીનની લાલચ આપી હતી. આ સોદા પેટે વેપારી પાસેથી ૪૧ કરોડ રૂપિયા પડાવ્યા હતા. તેમણે વેપારીનો વિશ્વાસ સંપાદન કરવા માટે તેને ખોટી પહોંચ પણ આપી હતી .આ બતાવે છે કે અમદાવાદમાં રિયલ એસ્ટેટના માર્કેટમાં છેતરપિંડીના પ્રમાણમાં વધારો થયો છે. જમીન સસ્તામાં આપી દેવાથી લઈને પ્લોટ સસ્તામાં આપી દેવા વગેરે દ્વારા જાતજાતના કૌભાંડ જાવા મળે છે. આ સિવાય બોગસ દસ્તાવેજા બનાવીને જમીન પચાવી પાડવાના કૌભાંડ પણ જાવા મળે છે. ગુજરાતમાં જમીન મોંઘી છે અને તેના કારણે ભૂમાફિયાઓ સક્રિય છે. તાજેતરમાં જ ૧૯ ભૂમાફિયાને તડીપાર કરવામાં આવ્યા તે તેનું સૌથી મોટું ઉદાહરણ છે.










































