શહેરના દાણીલીમડામાં એક શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને બદનામ કરવાની ધમકી આપી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મિત્ર સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારે મિત્રે પણ તેને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે યુવતીએ બંને શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી આ મુદ્દો હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.બનાવને લઈને જા વિગતવાર વાત કરીએ તો, દાણીલીમડામાં ૨૪ વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને કાપડમાં સ્ટોન લગાવવાનું કામ કરે છે. જ્યારે તેમની સોસાયટીમાં અનવર નામનો વ્યક્તિ યુવતીના ઘરે કાપડમાં સ્ટોન ચોંટાડવાનું કામ આપવા આવતો હતો. જેથી આઠ મહિના પહેલા યુવતી તેના સંપર્કમાં આવી હતી. પાંચ મહિના પહેલા અનવર યુવતીના લગ્નની વાત લઈને આવ્યો હતો અને યુવતીના પરિવારજનોને મળ્યો હતો. બાદમાં અનવર એજાઝને લઈને યુવતીના ઘરે ગયો હતો. પરંતુ સામાજિક કારણોસર લગ્નની વાત આગળ વધી ન હતી. ત્યારે પાંચ મહિના પહેલા એજાઝે યુવતીના ઘરના મોબાઇલમાં ફોન કરીને તેને લગ્નની લાલચ આપીને ઘરની બહાર બોલાવીને બાઇક પર બેસાડીને નારોલ સર્કલ પાસે આવેલ હોટલમાં લઈ ગયો હતો.એજાઝે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો સમાજમાં બદનામ કરી દઈશ તેવી ધમકી આપી હતી. આમ કુલ ચાર વખત એજાઝે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેને તેના મિત્ર આરજુ સાથે યુવતીની મિત્રતા કરાવી હતી. જે બાદ આરજુએ યુવતીને ફોન કરીને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. કંટાળીને યુવતીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.બીજી તરફ વટવામાં રહેતી ૩૦ વર્ષીય યુવતી લિવ ઇન રિલેશનશીપમાં છેલ્લા ત્રણેક વર્ષથી યુવક સાથે રહે છે. અગાઉ યુવતીની સગાઈ થઈ હતી, પરંતુ જે યુવકની સાળીએ યુવતી વિશેની ખોટી વાતો ફેલાવતા યુવતીની સગાઈ તૂટી ગયેલ હતી. ત્યારબાદ ગત ૩૦ મેના રોજ યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અજાણ્યા આઈડીથી મેસેજ કર્યો હતો અને તેમાં ગાળો લખીને મોકલી હતી. આ ઉપરાંત યુવતીના ન્યુડ ફોટા મોકલ્યા અને આ ફોટાઓના બેનર બનાવીને ગામમાં મૂકીશ તેવી ધમકી આપી હતી. આ મામલે યુવતીએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.










































