બોલિવૂડ અભિનેત્રી પૂનમ ઢિલ્લોન આજે પોતાનો ૬૩મો જન્મદિવસ ઉજવી કરી હતી.પૂનમ ઢિલ્લોન, જે પોતાના સમયની ટોચની હિરોઈન હતી, તેણે ઋષિ કપૂર સહિત ઘણા સુપરસ્ટાર સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કર્યો છે. માત્ર ૧૬ વર્ષની ઉંમરે મિસ ઇન્ડિયા યંગનો ખિતાબ જીતનાર પૂનમ ઢિલ્લોને ડઝનબંધ હિટ ફિલ્મો આપી છે. આજે, તેમના જન્મદિવસના આ ખાસ પ્રસંગે, બોલિવૂડ સ્ટાર્સ સહિત ઘણા ચાહકોએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
૧૮ એપ્રિલ ૧૯૬૨ના રોજ કાનપુરમાં જન્મેલી પૂનમ ઢિલ્લોનના પિતા એરોનોટિક્સ એન્જીનિયર હતા અને તે ત્રણ ભાઈ-બહેનોમાં મોટી થઈ હતી. ૧૯૭૭માં પૂનમે મિસ ઇન્ડિયા યંગનો ખિતાબ જીત્યો હતો. આનાથી મોડેલિંગ માટે દરવાજા ખુલ્યા અને સાથે જ મેગેઝિનના કવર પર તેનો સુંદર ચહેરો પણ છવાઈ ગયો. અહીંથી જ પૂનમને તેની પહેલી ફિલ્મ ‘ત્રિશૂલ’ મળી. આ ફિલ્મ પછી, પૂનમ બોલિવૂડમાં સ્ટાર બની ગઈ. પછી ૧૯૭૯માં ‘નૂરી’ ફિલ્મ આવી, જેણે તેણીને રાતોરાત સ્ટાર બનાવી દીધી. રાજેશ ખન્ના સાથેની તેમની ઓનસ્ક્રીન જોડી ખૂબ જ લોકપ્રિય હતી, જેના કારણે તેમણે ‘દર્દ’, ‘નિશાન’, ‘ઝમાના’, ‘આવામ’ નામની ચાર સુપરહિટ ફિલ્મો આપી. તેની પહેલી ફિલ્મ ‘કાલા પથ્થર’ પછી ‘દર્દ’, ‘રેડ રોઝ’, ‘બીવી ઓ બીવી’, ‘યે તો કમાલ હો ગયા’, ‘તેરી મહેરબાનિયાં’, ‘કર્મ’, ‘પાર્ટિશન’, ‘કસમ’, ‘સોહની મહિવાલ’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. પૂમ ઢિલ્લોને બોલિવૂડની સાથે બંગાળી, તમિલ અને કન્નડ ભાષાની પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. મુખ્ય મહિલા તરીકેની તેમની ફિલ્મ કારકિર્દી ૧૯૭૮માં આવેલી ‘ત્રિશૂલ’ થી ૧૯૯૨માં આવેલી ‘વિરોધી’ સુધી ફેલાયેલી હતી.
૧૯૮૮માં, પૂનમ ફિલ્મ નિર્માતા અશોક ઠાકેરિયા સાથે પ્રેમમાં પડી ગઈ અને તેમની સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ તેણીએ એક પુત્ર અનમોલ અને પુત્રી પાલોમાને જન્મ આપ્યો. જોકે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને ૧૯૯૭ માં બંનેના છૂટાછેડા થઈ ગયા. પૂનમને અનમોલ, પાલોમા અને ચંદીગઢમાં રહેતી તેની કાકી સાથે સમય વિતાવવાનું ખૂબ ગમે છે. તેના માતા-પિતા ગુજરી ગયા છે. પૂનમ હજુ પણ બોલિવૂડ અભિનેત્રીઓ પદ્મિની કોલ્હાપુરી અને રતિ અગ્નીહોત્રી સાથે સારી મિત્રતા જાળવી રાખે છે.