સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ તથા પોક્સોના ગુનામાં સહઆરોપીને રાજુલા સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે. રાજુલાના ચાંચબંદર ગામે રહેતા શાંતિ કરશનભાઇ શિયાળ અપહરણ તથા પોક્સોના ગુનામાં સહઆરોપી હોય તે છેલ્લા દોઢ માસ જેવા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસતો-ફરતો હોય, રાજુલા સર્વેલન્સ ટીમે હ્યુમન તથા ટેકનિકલ સ્ત્રોતના માધ્યમથી તેને રાજુલા ખાતેથી ઝડપી પાડ્યો હતો.