બોલીવુડના સદાબહાર સ્ટાર અનિલ કપૂર હાલમાં તેમની ફિલ્મ ‘સુબેદાર’ માટે સમાચારમાં છે. પરંતુ આ દરમિયાન, તેમણે તેમના ચાહકોને એક સરપ્રાઈઝ આપ્યું છે જેની કોઈએ અપેક્ષા રાખી ન હતી. લગભગ એક દાયકાની લાંબી રાહ જાયા પછી, અનિલ કપૂર ફરી એકવાર તેમના સૌથી પ્રખ્યાત પાત્ર ‘જય સિંહ રાઠોડ’ તરીકે નાના પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. અભિનેતાએ પોતે ‘૨૪’ સીઝન ૩ વિશે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી.
વાસ્તવમાં, આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ (ટ્ટવીટર) પર શરૂ થયો હતો. એક ચાહકે ફિલ્મ ‘સુબેદાર’માં અનિલ કપૂરના શક્તિશાળી અભિનયની પ્રશંસા કરતા લખ્યું, “આ જ કારણ છે કે અનિલ કપૂર જેવા કલાકારો હજુ પણ પડદા પર ધૂમ મચાવી શકે છે. હું દિલથી ઈચ્છું છું કે અનિલ જી ‘૨૪’ ની બીજી સીઝન લાવે.”
અનિલ કપૂરે તેના કટ્ટર ચાહકને નિરાશ ન કર્યા. તેમણે જવાબ આપ્યો, “ટૂંક સમયમાં ૨૪ સાથે આવી રહ્યો છું.” તેમણે પોતાના સંદેશમાં એક પંચ ઇમોજી પણ ઉમેર્યું, જેણે ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.
‘૨૪’ એ જ નામની લોકપ્રિય અમેરિકન શ્રેણીની ભારતીય રિમેક છે. તેની પહેલી સીઝન ૨૦૧૩ માં અને બીજી ૨૦૧૬ માં પ્રસારિત થઈ હતી. શોની ઓળખ તેનું રીઅલ-ટાઇમ ફોર્મેટ છે. જય સિંહ રાઠોડ (અનિલ કપૂર) પાસે દેશ અને તેના પરિવારને આતંકવાદી હુમલાથી બચાવવા માટે માત્ર ૨૪ કલાક છે. દરેક એપિસોડમાં એક કલાકની વાર્તા દર્શાવવામાં આવી છે.
‘૨૪’ ની છેલ્લી બે સીઝનમાં, આપણે સાક્ષી તંવર, સુરવીન ચાવલા, સિકંદર ખેર અને નીલ ભૂપાલમ જેવા અનુભવી કલાકારો જાયા છે. સીઝન ૧ માં, જય સિંહ રાઠોડે ઓનસ્ક્રીન પ્રધાનમંત્રીની ભૂમિકા ભજવનાર આદિત્ય સિંઘાનિયાનો જીવ બચાવ્યો હતો. સીઝન ૨ માં, વાર્તા એક ખતરનાક વાયરસની આસપાસ ફરતી હતી, જેને રોકવા માટે જય સિંહ રાઠોડે પોતાનો જીવ જાખમમાં મુક્યો હતો. હવે પ્રશ્ન એ છે કે, શું સાક્ષી તંવર (મલ્લિકા સેન) કે સુરવીન ચાવલા (માયા) ત્રીજી સીઝનમાં ફરી દેખાશે? હાલમાં, પ્રી-પ્રોડક્શન કાર્ય શરૂ થઈ ગયું હોવાના અહેવાલ છે, પરંતુ કાસ્ટિંગ અનિશ્ચિત છે.
સીઝન ૨ લગભગ ૧૦ વર્ષ પછી અનિલ કપૂરની ટેલિવિઝન પર ભવ્ય વાપસી દર્શાવે છે ઓટીટી પ્લેટફોર્મ પર થ્રિલર કન્ટેન્ટની ભરમારના યુગમાં, ‘૨૪’ જેવા કલ્ટ ક્લાસિક શોનું પુનરાગમન એક ટ્રીટ છે. અનિલ કપૂરે ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉંમર તેમના માટે ફક્ત એક સંખ્યા છે, અને તે આજના યુવાનોને પણ એક્શનમાં પાછળ છોડી શકે છે.














































