સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અનામતમાં જાતિઓને મળતા લાભમાં અસમાનતા હોય કોળી -ઠાકોર અને અન્ય પછાત સમાજને લાભના મળતો હોય અલાયદી કમિટીની રચના કરી ઓબીસી વર્ગીકરણ કરી અલગ અનામત તેમજ ઠાકોર અને કોળી વિકાસ નિગમના ઝડ નિયમો હટાવવા અખિલ ભારતીય કોડીનાર તાલુકા ઘેડીયા કોળી સમાજ કોડીનાર પ્રમુખ અરસીભાઈ સોલંકીએ વડાપ્રધાન સમક્ષ માંગ કરી હતી. જો માંગ ન સંતોષાય તો ટુંક સમયમાં કોળી -ઠાકોર સમાજ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જુદા જુદા ઠરાવથી ૧૪૬ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી સામાજિક શૈક્ષણિક વર્ગની ૫-૧૦ જ્ઞાતિ જ સામાજિક શૈક્ષણિક અને આર્થિક સમુદ્ધ બની જ્યારે કોળી -ઠાકોર અને અન્ય પછાત જ્ઞાતિઓ જે મૂળ જ્ઞાતિઓે આજ દિન સુધી અનામતનો લાભ લઈ શકી નથી અને અમારી જ્ઞાતિઓ આટલા વર્ષો પછી પણ આજ દિન સુધી અતિ પછાત રહી ગયા છે અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો ૯૦% ટકા લાભ આ સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ રહી છે. સામાજિક શૈક્ષણિક પછાતની ૨૭% ટકામાંથી ૨૦% ટકા અનામત અલાયદી આપવાની માંગ કરી હતી.