દરેક લગ્ન પ્રસંગ પોતપોતાની રીતે અનોખો જ હોય છે. તેમ છતાં કેટલીક ખાસ બાબતો કે જે દરેક લગ્નમાં એક જેવી જ હોય છે, જોકે દરેક આયોજનમાં એની મજા કંઈક અલગ અલગ જ હોય છે. લગ્ન પ્રસંગે અલગ અલગ વ્યક્તિત્વવાળા લોકોની પરસ્પરની ખેંચતાણ જ વાતાવરણને ‘જીવંત’ બનાવે છે. લગ્ન પ્રસંગમાં એવા એવા મજેદાર અને દિલચશ્પ લોકોની મુલાકાત થાય છે કે…વાત જ ન પૂછો… એવા દસ પાત્રો, કે જેમની ભૂમિકા ખૂબ જ ધ્યાનાકર્ષક રહે છે. આવો જાણીએ એ દસ પાત્રોને….
મેડમ સુરીલી: ભલે આજકાલ લગ્નોમાં ડીજેની બોલબાલા રહેતી હોય, પરંતુ પારંપારિક વર – વધૂના ફટાણા ગાવાનો એક અલગ જ અંદાજ હોય છે, કે તેના વગર સંગીતની મહેફિલ અધૂરી જ લાગે. એ જયાં પણ જાય ઢોલક કે ખંજરી કે પછી માઇક સંભાળી જ લે છે. એમની પાસે ગીતોની એક સાચવી રાખેલી ડાયરી પણ હોય છે, જેમાં પાને-પાને બુક માર્કની જેમ ફલેપ લગાડેલું હોય છે. દરેક ગીતના મુખડાની શરૂઆત એ કરે જયારે તે ગાઇને કંટાળે ત્યારે, ઊભી થઇને ઠુમકા લગાવી લે છે. વડીલ મહિલાઓ દસ-વીસની નોટોથી તેની નજર ઉતારે છે, જા કે એના વગર ગીત-સંગીતમાં મજા જ નથી આવતી, યજમાનની ગીત ફરમાઇશ પણ પૂરી કરવી પડે છે.
ફલર્ટી ફોટોગ્રાફર: લગ્નોમાં એક એવો ફોટોગ્રાફર અવશ્ય હોય છે, જે વર-વધૂના બદલે ખૂબસૂરત યુવતીઓની તસવીર લેવામાં વધુ દિલચશ્પી રાખે છે. યુવતીઓનું પણ આખું ધાડું તેની પાછળ ફોટા પડાવવા માટે ઘૂમી રહ્યું હોય છે. કેમ કે, એ જ દિવસે સોશિયલ નેટવ‹કગ સાઇટ પર પોતાના ફોટા પણ અપલોડ કરવાના હોય છે. યુવતીઓની સાથે તો ફોટોગ્રાફર મહાશય અતિ વિનમ્રતાથી વર્તે છે અને એમની બધી જ ફરમાઇશ પૂરી કરે છે, સારી તસવીર માટે પોઝ પણ ઉત્તમ હોવા જોઇએ. જો કોઇ યુવતી યોગ્ય પોઝ ન આપી શકે તો કાયદેસર એ તેની મદદ કરશે જ. પોતાના કામમાં બેહદ પરફેકટનિસ્ટ હોય છે. આવા ફોટોગ્રાફર જ્યાં સુધી કોઇ અંકલ તેમને શોધતાં – શોધતાં ત્યાં ન પહોંચે, ત્યાં સુધી તેમનું ફોટોસેશન પતતું હોતું નથી.
બટકબોલી સાળીઓ: કન્યાની નાની બહેનો અને સખીઓની એક ધમાકેદાર ગુલાબી ગેંગ દરેક લગ્ન પ્રસંગે ખૂબ મોજ-મસ્તીપૂર્વક જૂતાં છૂપાવવાની કવાયતમાં લાગેલી રહે છે. એમના આ ગ્રુપમાં પાંચથી માંડીને રપ વર્ષ સુધીની કંઇ કેટલીય ખૂબસૂરત બાળાઓ નજરે પડે છે, આખી ટીમની નેતૃત્વની કમાન એક એવી વાકપટુ યુવતીના હાથમાં હોય છે, જેનામાં વરરાજાના ખિસ્સામાંથી પૈસા કઢાવવાની આવડત હોય, આમ, તો આ કામ બે મિનિટમાં પૂર્ણ થઇ શકે છે, પરંતુ વરરાજાના દોસ્તોને વિલંબ કરવામાં જ મજા આવે છે. એક સાથે આટલી બધી ખૂબસૂરત યુવતીઓ કયાં મળશે ભલા ? તેઓ વિચારતા હોય છે, શું ખબર, આમાંથી જ કોઇ એકની સાથે પોતાનું પણ સેટિંગ થઇ જાય. પૈસાનું આ બાર્ગેનિંગ ત્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી કોઇ વડીલ આંટી આવીને યુવતીઓને વઢે નહીં, “અરે જલદી કરો, હજુ ઘણી વિધિ બાકી છે, લગ્નનું મુહૂર્ત નીકળી જશે….!”
બ્યૂટીકિવન ભાભી: તમે પણ લગ્ન પ્રસંગોમાં કંઇક ખૂબ જ સજેલી-ધજેલી સ્ત્રીઓને અવશ્ય જાઇ જ હશે, જે હંમેશાં જ્વેલરી શોપની મેનિક્વીનની જેમ નજરે ચઢે છે. દર ત્રણેક કલાકે એ નવી-નવી સાડી અને જ્વેલરીમાં નજરે ચઢતી આ ભાભીઓ પાસે ઘણું બધું લગેજ હોય છે. લોકો જાનૈયાઓને જાવામાં મશગૂલ હોય છે, પરંતુ આ ભાભીઓને ગલતફહેમી હોય છે કે લોકો પોતાને જ જાઇ રહ્યા છે. એટલા માટે સંપૂર્ણ મેકઅપથી સજ્જ હોવા છતાં પણ પર્સમાંથી નાનો મિરર કાઢીને વારંવાર પોતાના મેકઅપને ફાઇનલ ટચ આપ્યા કરતી હોય છે. એમાં પર્સમાં આપને દરેક શેડની લિપસ્ટીક અને આઇ લાઇનર મળી રહેશે. એટલા માટે મોટાભાગની યુવતીઓ એમની આસપાસ ભમ્યા કરતી રહે છે છે, પોતાના સાજ-શૃંગારમાંથી એમને થોડી નવરાશ મળે તો તેઓ બીજી સ્ત્રીઓની હેરસ્ટાઇલ અને મેકઅપ સરખો કરવામાં પણ મદદ કરે છે.
પ્રો-એક્ટિવ હોસ્ટ: દરેક લગ્ન પ્રસંગમાં વર કે કન્યાના પરિવારનું કોઇ ને કોઇ એવું યુવા સભ્ય હોય છે કે જે હંમેશા અતિ વ્યસ્ત દેખાઇ દે છે. કયારેક તે મહેમાનને રિસિવ કરવા જાય છે, તો કયારેક લોકોની ખાણી – પીણી પર ધ્યાન આપી રહ્યા હોય છે. મોટાભાગના લોકો એમને જ શોધતા રહેતા હોય છે. આખા લગ્ન મંડપમાં અને વાતાવરણમાં દરેક બાજુએ એમનું નામ જ સંભળાતું હોય છે, બધી જ અગત્યની ચાવીઓ આમની પાસે જ હોય છે, તેમણે પોતાની પાસે ઘણી બધી કેશ પણ સંભળાવવી પડે છે. એમના પોકેટમાં બે-ત્રણ મોબાઇલ તો હોય જ છે, જે લગાતાર આવતા-જતા જ રહે છે. જાન કેટલા વાગ્યે પહોંચશે ? એની પાક્કી ખબર આ વ્યક્તિને જ હોય છે, વ્યસ્તતાની વ્યસ્તતા તો એટલી હોય છે કે ન તો તેમને ખાવા-પીવાની ફુરસદ હોય છે કે ન તો કપડાં બદલાવવાની. આમ જોઈએ તો, આ વ્યક્તિ લગ્નની ઇવેન્ટના પીઆર મેનેજર હોય છે.
sanjogpurti@gmail.com