દરેક લગ્ન પ્રસંગ પોતપોતાની રીતે અનોખો જ હોય છે. તેમ છતાં કેટલીક ખાસ બાબતો કે જે દરેક લગ્નમાં એક જેવી જ હોય છે, જાકે દરેક આયોજનમાં એની મજા કઇક અલગ – અલગ જ હોય છે. લગ્ન પ્રસંગે અલગ અલગ વ્યક્તત્વવાળા લોકોની પરસ્પરની ખેંચતાણ જ વાતાવરણને ‘જીવંત’ બનાવે છે. લગ્ન પ્રસંગમાં એવાં – એવાં મજેદાર અને દિલચશ્પ લોકોની મુલાકાત થાય છે કે…. વાત જ ન પૂછો… એવા દસ પાત્રો, કે જેમની ભૂમિકા ખૂબજ ધ્યાનાકર્ષક રહે છે. આવો જાણીએ એ દસ પાત્રોને….
મેડમ સૂરીલી  ભલે આજકાલ લગ્નોમાં ડીજેની બોલબાલા રહેતી હોય, પરંતુ પારંપારિક વર – વધૂના ફટાણાં ગાવાનો એક અલગ જ અંદાજ હોય છે. દરેક લગ્ન પ્રસંગમાં કોઇકને કોઇક એવી નારી જરૂર હોય જ છે, કે જેના વગર સંગીતની મહેફીલ અધૂરી જ લાગે. એ જ્યાં પણ જાય ઢોલક કે ખંજરી કે પછી માઇક સંભાળી જ લે છે. એમની પાસે ગીતોની એક સાચવી રાખેલી ડાયરી પણ હોય છે, જેમાં પાને – પાને બુકમાર્કની જેમ ફ્લેપ લગાડેલું હોય છે. દરેક ગીતના મુખડાની શરૂઆત એ કરે છે, પછી બીજી ઓ એને કોરસનું રૂપ આપે છે. જ્યારે તે ગાઇને કંટાળે ત્યારે, ઊભી થઇને ઠુમકા લગાવી લે છે. વડીલ મહિલાઓ દસ – વીસની નોટોથી તેની નજર
ઉતારે છે, જાકે એના વગર ગીત – સંગીતમાં મજા જ નથી આવતી, યજમાનની ગીત ફરમાઇશ પણ પૂરી કરવી પડે છે.
ફ્લર્ટી ફોટોગ્રાફર ઃ લગ્નોમાં એક એવો ફોટોગ્રાફર પણ અવશ્ય હોય છે, જે વર – વધૂના બદલે ખૂબસૂરત યુવતીઓની તસવીર લેવામાં વધુ દિલચશ્પી રાખે છે. યુવતીઓનું પણ આખું ધાડું તેની પાછળ ફોટા પડાવવા માટે ઘૂમી રહ્યું હોય છે. કેમકે, એજ દિવસે સોશિયલ નેટવ‹કગ સાઇટ પર પોતાના ફોટા અપલોડ પણ તો કરવાના હોય છે. યુવતીઓની સાથે તો ફોટોગ્રાફર મહાશય અતિ વિનમ્રતાથી વર્તે છે અને એમની બધી જ ફરમાઇશ પૂરી કરે છે, સારી તસવીર માટે પોઝ તો ઉત્તમ હોવા જાઇએ. જા કોઇ યુવતી યોગ્ય પોઝ ન આપી શકે તો કાયદેસર એ તેની મદદ કરશે જ. પોતાના કામમાં બેહદ પરફેકટનિસ્ટ હોય છે. આવા ફોટોગ્રાફર જ્યાં સુધી કોઇ અંકલ તેમને શોધતાં – શોધતાં ત્યાં ન પહોંચે, ત્યાં સુધી તેમનું ફોટોસેશન પતતું હોતું નથી.
બટકબોલી સાળીઓ ઃ કન્યાની નાની બહેનો અને સખીઓની એક ધમાકેદાર ગુલાબી ગેંગ દરેક લગ્ન પ્રસંગે ખૂબ મોજ – મસ્તીપૂર્વક જૂતાં છૂપાવવાની કવાયતમાં લાગેલી રહે છે. એમના આ ગ્રુપમાં પાંચથી માંડીને રપ વર્ષ સુધીની કંઇ કેટલીય ખૂબસૂરત બાળાઓ નજરે પડે છે. આખી ટીમની નેતૃત્વની કમાન એક એવી વાકપટુ યુવતીના હાથમાં હોય છે, જેનામાં વરરાજાના ખિસ્સામાંથી પૈસા કઢાવવાની આવડત હોય. આમ, તો આ કામ બે મિનિટમાં પૂર્ણ થઇ શકે છે, પરંતુ વરરાજાના દોસ્તોને વિલંબ કરવામાં જ મજા આવે છે. એક સાથે આટલી બધી ખૂબસૂરત યુવતીઓ ક્યાં મળશે ભલા ? તેઓ વિચારતા હોય છે, શું ખબર, આમાંથી જ કોઇ એકની સાથે પોતાનું પણ સેટિંગ થઇ જાય. પૈસાનું આ બાર્ગેનિંગ ત્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી કોઇ વડીલ આન્ટી આવીને યુવતીઓને લઢે નહીં, ‘ અરે જલ્દી કરો, હજુ બહુ જ વિધિ બાકી છે, લગ્નનું મુહૂર્ત નીકળી જશે…!’
બ્યુટી Âક્વન ભાભીઃ તમે પણ લગ્ન પ્રસંગોમાં કંઇક ખૂબજ સજેલી – ધજેલી ઓને અવશ્ય જાઇ જ હશે, જે હંમેશા જવેલરી શોપની મેનિક્ટની જેમ નજરે ચડે છે. દર ત્રણેક કલાકે એ નવી – નવી સાડી અને જવેલરીમાં નજરે ચડતી આ ભાભીઓ પાસે ઘણું બધું લગેજ હોય છે. લોકો જાનૈયાઓને જાવામાં મશગૂલ હોય છે, પરંતુ આ ભાભીઓને ગલતફહેમી એ હોય છે કે, લોકો પોતાને જ જાઇ રહ્યા છે. એટલા માટે સંપૂર્ણ મેકઅપથી સજ્જ હોવા છતાં પણ પર્સમાંથી નાનો મિરર કાઢીને વારંવાર પોતાના મેકઅપને ફાઇનલ ટચ આપ્યા કરતી હોય છે. એમના પર્સમાં આપને દરેક શેડની લિપÂસ્ટક અને આઇ લાઇનર મળી રહેશે. એટલા માટે મોટાભાગની યુવતીઓ એમની આસપાસ ભમ્યા કરતી હોય છે. પોતાના સાજ – શૃંગારમાંથી એમને થોડી નવરાશ મળે તો તેઓ બીજી ઓની હેરસ્ટાઇલ અને મેકઅપ સરખો કરવામાં પણ મદદ કરે છે. દરેક લગ્ન પ્રસંગમાં વર કે કન્યાના પરિવારનું કોઇ ને કોઇ એવું યુવા સભ્ય હોય છે કે જે હંમેશા અતિ વ્યસ્ત દેખાઇ દે છે. ક્યારેક તે મહેમાનને રિસીવ કરવા જાય છે, તો ક્યારેક લોકોના ખાણી – પીણી પર ધ્યાન આપી રહ્યા હોય છે. મોટાભાગના લોકો એમને જ શોધતા રહેતા હોય છે. આખા લગ્ન મંડપમાં અને વાતાવરણમાં દરેક બાજુએ એમનું નામ જ સંભળાતું હોય છે. બધી જ અગત્યની ચાવીઓ આમની પાસે જ હોય છે, તેમણે પોતાની પાસે ઘણી બધી કેશ પણ સંભાળવી પડે છે. એમના પોકેટમાં બે – ત્રણ મોબાઇલ તો હોય જ છે, જે લગાતાર આવતા જતા જ રહે છે. જાન કેટલા વાગ્યે પહોંચશે ? એની પાક્કી ખબર આ વ્યÂક્તને જ હોય છે. વ્યસ્તતાની વ્યસ્તતા તો એટલી હોય છે કે ન તો તેમને ખાવા- પીવાની ફુરસદ હોય છે કે, ન તો કપડાં બદલવાની. બધું સરેરાશ કરીએ, તો આ વ્યક્ત લગ્નની ઇવેન્ટના પી.આર. મેનેજર હોય છે. (ક્રમશઃ)