અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને જીલ્લામાં પક્ષના નવા વરાયેલા હોદેદારોની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા મહામંત્રી રાજુભાઈ ભૂતૈયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. અતુલ કાનાણીએ નવા હોદેદારોને આવકારતા પક્ષની સંગઠનની પ્રક્રિયા, આગેવાન તરીકે સામાજિક જવાબદારી વગેરે વિષય પર જીણવટભર્યું પ્રવચન આપ્યું હતું. માર્ચમાં રાજ્યભરમાં પાર્ટીના પ્રશિક્ષણ વર્ગો યોજવાના હોય, આ વર્ગો કાર્યકર્તા ઘડતર માટે મહત્વના અને પક્ષના ઈતિહાસ તેમજ સંઘર્ષની જાણકારી માટે ખુબ અગત્યના હોય તેના આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.