દિવેલા:
બીજને થાયરમ ૩ ગ્રામ અથવા બાવીસ્ટીન ૧ ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ ફુગનાશક દવાનો પટ આપ્યા પછી વાવણી કરવી.
પાણી ભરાઈ રહેતું હોય તેવા ખેતરમાં દિવેલાનું વાવેતર ન કરવું.
દિવેલા પાકમાં હેકટર દિઠ વધુ આર્થિક વળતર મેળવવા માટે હેકટરે ૧ર૦-પ૦-પ૦(કિ.ગ્રા./ હે.) નાઈટ્રોજન તથા ફોસ્ફરસ અને પોટાશ આપવાની ભલામણ છે. મજૂરોની અછતની પરિસ્થિતિ હોય તો જ નિંદામણનાશક દવા જેવી કે પેન્ડીમેથાલીન ૦.૯ કિ.ગ્રા. / હેક્ટર બીજની વાવણી બાદ પરંતુ બીજ અને નિંદણનાશકના સ્ફુરણ પહેલા (પ્રિ – ઈમરજન્સ) છંટકાવ કરવો તથા પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક વખત આંતરખેડ તેમજ એક વખત હાથ વડે નિંદામણ કરવું.
પિયત દિવેલા માટે હેક્ટર દીઠ ૧૨૦ કિલો નાઈટ્રોજન ત્રણ સરખા હપ્તામાં (પાયામાં, ૪૦ દિવસે અને ૮૦ દિવસે), ૩૭.૫. કિલો ફોસ્ફરસ તેમજ ૨૦ કિલો પોટાશ તેમજ જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો જમીનમાં આપવું.

મગફળીઃ
પાનનાં ટપકાં અને ગેરૂ રોગના નિયંત્રણ માટે ટેબુકોનાઝોલ ૧૦ મિ.લિ./૧૦ લી. પાણીમાં નાખી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરો.
થ્રીપ્સ, સફેદ માખી અને તડતડીયા જીવાતોના નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રીડ, ફ્રીપ્રોનીલનો છંટકાવ ઉપદ્રવ જણાય તો લીંબોળીની મીજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમલેકાની નામની ફૂગના પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ જીવાતનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા કરતા વધારે હોય ત્યારે જંતુનાશક દવાઓ જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૪૦ ટકા + સાયપરમેથ્રીન ૪ ટકા ૧૦ મિ.લિ. અથવા ઇમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા થાયોમિથોક્ઝામ ૭૦ ડબલ્યુ.એસ ૩ ગ્રામ અથવા થાયમીથોસક્ઝામ + લમ્ડા સાયહેલોથ્રિન ૨૨ ઝેડ.સી. ૨.૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસ બાદ બીજો છંટકાવ કરવો.

માઈકોરાઈઝા:: (માયકો – ફુગ – રાઈઝા – મૂળ)ઃ::
કેટલીક ફુગ અને મોટા છોડના મૂળના પરસ્પરના ઉપયોગી જોડાણને માઈકોરાઈઝા કહે છે. આ જોડાણમાં ફુગ, મોટા છોડના મૂળમાંથીં સેન્દ્રીય ખોરાક મેળવે છે. તેના બદલામાં ફુગ કેટલાંક અગત્યના પોષકતત્વો જેવાં કે ફુગ, ફોસ્ફરસ, કેલ્શીયમ, મેગ્નેશીયમ, ઝીંક, કોપર, મેન્ગેનીઝ અને આયર્ન છોડના મૂળને પુરા પાડે છે.

કપાસ:
• બીટી કપાસમાં બે વરસાદ વચ્ચે ગાળો પડે ત્યારે ૪ ટકા ઓલીનના દ્રાવણનો છંટકાવ કરવો.
• સફેદ માખીના નિયંત્રણ માટે ડાયફેન્થ્યુરોન ૧૦ ગ્રામ અથવા એસીફેટ ૧૦ મિ.લિ. માંથી કોઇ એક દવાનો છંટકાવ કરી શકાય. ચુસીયા પ્રકારની જીવાતો માટે મગફળીમાં દર્શાવ્યા મુજબ છંટકાવ કરવો.
• મૂળખાઈ / મૂળનો સડોના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ કોપર એક્સીકલોરાઇડ ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સૂકાતાં છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.
• વાવણી પછી ૩૦ દિવસે ૫૪ કિલો યુરીયા અથવા ૧૨૫ કિલો એમોનિયમ સલ્ફેટ આપવું.

ફેરોમેન ટ્રે૫ ગોઠવી જીવાતની મોજણી કરવી:
કપાસમાં કાબરી, લીલી, ગુલાબી અને લશ્કરી ઈયળ માટેનાં ફેરોમોન ટ્રે૫ મળે છે. ફેરોમોન ટ્રે૫માં ઉ૫રોકત જીવાતનાં નર ફૂદાં આકર્ષાઈને આવે છે જેથી જીવાતના નિયંત્રણનાં ૫ગલા લેવામાં અનુકૂળતા રહે છે.
લીલી, ગુલાબી, કાબરી અને લશ્કરી ઈયળોના નર ફૂદાના સામૂહિક એકત્રીકરણ માટે વીઘા દીઠ ૫ થી ૬ ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને લ્યુર દર ૩૦ દિવસે બદલવી જોઈએ.૩. ફેરોમોન ટ્રે૫ કપાસની ટોચથી ૧-૧.૫ ફૂટ ઉંચાઈએ રાખવા જોઈએ.

મગફળી, કપાસ, દિવેલા:ઉધઈ
ઊભા પાકમાં ઉધઈના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ ૫ એસસી ૧.૬ લિટર અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી એક હેક્ટર વિસ્તારમાં પુંખવી. વરસાદના પાણી સાથે તે જમીનમાં ભળી જશે. પરંતુ જો વરસાદ ખેંચાય તો હળવું પિયત આપવું અથવા આ કીટનાશક મુખ્ય ઢાળીયામાં ટીપે – ટીપે પિયત સાથે આપવી.

સોયાબીનઃ
મોલોનાં નિયંત્રણ માટે મિથાઇલઓડીમેટોન ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરો.

ડાંગરઃ
ગુજરાતમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને કરમોડી રોગના અસરકારક વ્યવસ્થાપન માટે ફુગનાશકોના તૈયાર મિશ્રણ, પ્રોપીકોનાઝોલ ૧૦.૭% + ટ્રાયસાયકલાઝોલ ૩૪.૨% એસઇ, ૦.૦૪૫%, ૧૦ મિ.લિ. / ૧૦ લિટર પાણી (છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૪૬ દિવસ) અથવા ટેબુકોનાઝોલ ૫૦% + ટ્રાઈફલોકિસસ્ટ્રોબિન ૨૫% ડબ્લ્યુજી, ૦.૦૩૦%, ૪ ગ્રામ / ૧૦ લિટર પાણી (છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૨૧ દિવસ)ના બે છંટકાવ, પ્રથમ રોગ જોવા મળે ત્યારે અને બીજો છંટકાવ તેના ૧૫ દિવસ બાદ કરવાની ભલામણ કરવામાં આવે છે. ડાંગરનાં સુકરાનાં નિયંત્રણ માટે ૨૦ લિટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીનક ૧૦ ગ્રામ કપોર ઓકઝીકલોરાઇડ મિશ્ર કરી છંટકાવ રવિયા કરવો.

જુવાર:
જુવારને ઓગષ્ટ કે તે પછીની વાવણીમાં બીજને દિવેલનો પટ્ટ આપ્પા બાદ થાયોમીથોકઝામ ૩ ગ્રામ / કિલો આપી તુરંત વાવેતર કરો.

મગ, ગુવાર અને ચોળી, અડદ, મઠ:
સફેદ માખીનાં નિયંત્રણ માટે એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લિ.નો છંટકાવ કરવો.

મગ, મઠ, અડદ, ગુવાર, સોયાબીન અને ચોળી: સફેદ માખી અને ફલી બીટલ
• ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ ટકા અર્ક) અથવા બ્યુવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
• વધુ ઉપદ્રવ વખતે એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફોન ૨૪૦ એસસી ૮ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

શાકભાજી પાકો:
મલ્ટીમાઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ-૪ નાં ૧ ટકાના દ્રાવણનો ૪૦, ૬૦, ૭૫ અને ૯૦ દિવસે છંટકાવ કરવો.

બાગાયત:
પુખ્ત વયના ફળપાકોને ૧.૫ મીટરના ઘેરાવામાં ૩૦ સેન્ટીમીટર પહોળી અને૧૫ સેન્ટીમીટર ઊંડી ચર બનાવી ચરમાં ભલામણ મુજબ ખાતરો આપવા. સામાન્ય રીતે લોહ, જસત, મેંગેનીઝ તથા બોરોનની ઉણપવાળા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને લીંબુ અને જામફળમાં આ ઉણપ વધુ જોવા મળે છે.
જે માટે ઝાડ પર વર્ષમાં એકથી બેવાર નવા પાન નીકળતા હોય ત્યારે લોહ, મેંગેનીઝ, જસત, બોરોનનો છંટકાવ કરવો હિતાવહ છે. ખાતર અંગેની તમામ બાબતોનો રેકર્ડ નિભાવવો.

દાડમઃ
દાડમની રૂબી, મૃદુલા, ગણેશ, ભગવા જાતનું વાવેતર કરો.
સુક્ષ્મ તત્વોની ઉણપથી તેની ગુણવત્તા જાળવણી વગેરે ઉપર અસર થાય છે. કદ, સ્વાદ, પરિપક્વતા, રોગ પ્રતિકારક શક્તિ પર અસર થાય છે.
ખેતીમાં જીવામૃત, બીજામૃત, પંચગવ્ય વગેરેનો પાકની સ્થિતિને ધ્યાને રાખી ઉપયોગ કરો.

નાળીયેરી:
ફળ ખરી પડતા અટકાવવા પાનક્થીરી જીવાતનું નિયંત્રણ કરવું પડે તે માટે લીમડા આધારિત દવાનું મૂળ શોષણ પદ્ધત્તિ દ્વારા ૨ માસ અંતરે ૨ કે ૩ વાર આપવું.

લીંબુઃ
લીંબુના કોરિયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઈમીડાકલોરાપ્રાઈડ ૪ મિ.લિ. / ૧૦ લી. પાણીમાં નાખી છંટકાવ કરવો.
થડને પાણીનો સીધો સંપર્ક ન થાય તે માટે બોર્ડોપેસ્ટ થડને ફરતે લગાવો.

પપૈયાઃ
પપૈયામાં કોહવારોના નિયંત્રણ માટે થડ ફરતે બોર્ડોપેસ્ટ લગાવો વધુમાં કોપર ઓકઝીકલોરાઈડના દ્રાવણનું ડ્રેન્ચિંગ કરવું.
પપૈયાના ધરૂ માટે પોલીકમશેડ નેટ હાઉસમાં ઉછેર કરવો.
પાનનો કોકડવા / પચરંગીયો / રીંગ સ્પોટ વાયરસનાં નિયંત્રણ માટે લીમડાનું તેલ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ ઉમેરી છંટકાવ કરવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે.