કપાસ પાકમાં મૂળનો કોહવારો:
• આ રોગનું ખાસ લક્ષણ એ છે કે છોડ એકાએક ચીમળાઈ જાય છે. ખેતરમાં રોગ ગોળાકાર વિસ્તારમાં જોવા મળે છે.
• રોગિષ્ટ છોડ છે. આવા છોડ સહેલાઈથી ખેંચી કાઢી શકાય • આદીમૂળ સિવાયના અન્ય મૂળ વધારે કોહવાયેલાં તેમજ તૂટી ગયેલ દેખાય છે. આદીમૂળ ભીનાં અને છાલ પીળી, બદામી અને કથ્થાઈ રંગની થઈ જાય છે. • નિયંત્રણ માટે કોપર ઓકઝીકલોરાઈડ સુકાતા છોડ તથા તેની આજુબાજુના તંદુરસ્ત છોડના થડ પાસે રેડવું તથા ૪ થી પ દિવસ પછી યુરિયા / એમોનિયમ સલ્ફેટ આપવું.
કપાસમાં સુકારો:
• પુખ્ત છોડના નીચેના પાન બરછટ, જાડા અને છેલ્લે મુરઝાયેલા હોય છે. રોગ ધીમે ધીમે ટોચ તરફ આગળ વધે છે. • સુકાતા છોડ તથા તેની આજુબાજુના તંદુરસ્ત છોડના થડ પાસે કાર્બેન્ડેઝમ અથવા કોપર ઓકઝીકલોરાઈડ રેડવું.
કપાસનો મૂળખાઈ:
• રોગગ્રસ્ત છોડની ફરતે મેન્કોઝેબ ર૬ ગ્રામ અથવા • કોપર ઓકિઝકલોરાઈડ ૪૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ઓગાળી રેડવું. • ખૂબ વરસાદ અથવા વધારે પિયત આ૫વાથી પાણી ભરાતું હોય અથવા જીંડવા બેસતી વખતે ખાતર અને પાણીની ઉણ૫ને કારણે છોડ સુકાતા જોવા મળે છે • વધુ વરસાદ બાદ વરાપે ખેડ કરવાથી અથવા છોડનાં મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરી આ૫વાથી ફાયદો થાય છે. • છોડ ઉ૫ર ફુલભમરી અને જીંડવાઓ બેઠા હોય, પાણી અને પોષક તત્વોની અછત હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટે ૧૯-૧૯-૧૯ ૧૦૦ ગ્રામ અથવા માઈક્રોમિકસ ગ્રેડ-૪, ર૫ ગ્રામ એક પંપમાં નાખી ૧૦ દિવસના અંતરે ૩ છંટકાવ કરવા તેમજ પોટેશીયમ નાઈટ્રેટ છોડના થડ ફરતે રેડવાથી સુકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. મગફળીમાં થડ / ડોડવાનો સડો • વાવણી બાદ પણ ઉભા પાકમાં થડની પાસે રેતી કે સેન્દ્રીય ખાતરમાં ભેળવી ટ્રાયકોર્ડમાંની માવજત આપી શકાય. આ ઉપરાંત અન્ય પાકોમાં પણ પાણી ભરાવાને કારણે ઘણી નુકસાની થાય છે.
ડાંગર: ગાભમારાની ઈયળ અને ડાંગરના ચુસીયા
ગાભમારાની ઈયળ: • ચુસીયાનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જોઈએ. • ચુસીયાનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ ક્યારીમાંથી પાણી નીતારી નાખવું. • પ્રકાશપિંજર અને ગાભમારાના નર ફુદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય. • ફેરરોપણી પછી ૩૦ – ૩૫ દિવસે કાર્બોસલ્ફાન ૫ જી (૪ કિગ્રા) અથવા કાર્ટેપ હાઈડ્રોકલોરાઈડ ૪ જી (૫ કિ.ગ્રા.) અથવા કાર્બોફયુરાન ૩ જી (૬ કિ.ગ્રા.) અથવા ઈમિડાકલોપ્રીડ ૦.૩ જી (૧૫ કિ.ગ્રા.) અથવા ફોરેટ ૧૦ જી (૧૦ કિ.ગ્રા.) પ્રતિ હેકટર પ્રમાણે ખેતરમાં પાણી ઓછું કર્યા બાદ બે વખત આપવાથી ચુસીયાનો ઉપદ્રવ કાબુમાં રહે છે. • આ સિવાય ફ્લ્યુબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લિ. અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. પૈકી ગમે તે એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતા અસરકારક નિયંત્રણ મળે છે.
• ચુસીયા અને ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ૨૦ એસપી ૪ ગ્રામ અથવા કલોથીયાનીડીન ૫૦ ડબલ્યુ ૫ મિ.લિ. અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિ.લિ. અથવા ફલોનીકામાઈડ ૫૦ ડબલ્યુ ૩ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઈસી ૫ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૦.૪ + કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૧૫ મિ.લિ. અથવા બુપ્રોફેઝીન ૧૫ + એસીફેટ ૩૫ ડબલ્યુ ૨૫ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૨૦ ગ્રામ અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭૬ ઈસી ૧૦ મિ.લિ. અથવા ડાયનોટેફયુરાન ૨૦ એસજી ૪ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ઈમિડાકલોપ્રીડ ૬ + લેમડાસાયહેલોથ્રીન ૪ એસસી ૬ મિ.લિ. અથવા ફોસ્ફામિડોન ૪૦ + ઈમિડાકલોપ્રીડ ૨ એસપી ૧૦ ગ્રામ અથવા ફ્લુબેન્ડીઆમાઇડ ૪ + બુપ્રોફેઝીન ૨૦ એસસી ૨૦ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીઆમાઇડ ૩.૫ + હેક્ઝાકોનાઝોલ ૫ ડબલ્યુજી ૨૦ ગ્રામ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઈસી ૭ મિ.લિ. અથવા થાયાકલોપ્રીડ ૨૧.૭ એસસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશપિંજર ગોઠવી ગાભમારાની ઈયળ ઉપરાંત લશ્કરી ઈયળના પુખ્ત આકર્ષી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. આમ પુખ્ત કીટકોની વસ્તી ઘટતા તેના દ્વારા મુકાતા ઈંડાનું પ્રમાણ ઘટે છે, જેથી જીવાતની નુકસાન કરતી અવસ્થાનું પ્રમાણ પણ ઘટે છે. નર ફુદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય. • લીમડા આધારિત તૈયાર કીટનાશકનો ૧૦ મિ.લિ. (૫ ઈસી) થી ૬૦ મિ.લિ. (૦.૦૩ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • ફેરરોપણી પછી ૩૦ – ૩૫ દિવસે કાર્બોસલ્ફાન ૫ જી (૪ કિગ્રા) અથવા કારટેપ હાઈડ્રોકલોરાઇડ ૪ જી (૫ કિગ્રા) અથવા કાર્બોફયુરાન ૩ જી (૬ કિગ્રા) પ્રતિ વિઘા પ્રમાણે ખેતરમાં પાણી ઓછુ કર્યા બાદ બે વખત આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે. આ સિવાય ફ્લ્યુબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. પૈકી ગમે તે એક કીટનાશક ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતા અસરકારક નિયંત્રણ મળે છે. • ડાંગરની શ્રી પધ્ધતિથી ખેતી કરો. જેનાંથી સારી ગુણવત્તા, ઓછા પાણીની જરૂરિયાત, બિયારણની બચત, જમીનની ફળદ્રુપતા વધે અને ઢળી પડતી નથી. જેમાં ઓછા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે.
મગફળીઃ • સેન્દ્રીય ખેતી માટે ૫૦% નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી તેમજ બાકીનો જૈવિક ખાતરો અને ફોસ્ફરસ માટે રોક ફોસ્ફેટ ૧૦૦ કિલો/હે. આપવું. • મગફળીમાં ધૈણ નિયંત્રણ માટે કલોરપાયરીફોસ હેકટરે ૪ લિટર પ્રમાણે પાણી સાથે આપવું. પિયત ન થઇ શકે તો પંપ દ્વારા નોઝલ કાઢી કલોરપાયરીફોસ(૧૦ લિટર પાણીમાં ૨૫ મિ.લિ.) પ્રવાહી મગફળીનાં મૂળ પાસે ડ્રેન્ચીંગ કરવું. અથવા ૪ લિટર દવા પ લિટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ સુકવી અને રેતી એક હેકટર વિસ્તારમાં થડ પાસે મુકવી.
પાનના ટપકાનો રોગ:
• આ રોગ ટીક્કા તરીકે પણ ઓળખાય છે. આ રોગ મગફળી વાવતા બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ રોગ ખાસ કરીને ચોમાસુ ઋતુના ભેજવાળા વાતાવરણમાં વધુ જોવા મળે છે. પાનનાં ટપકાનો રોગ બે તબક્કામાં જુદા જુદા સમયે પાન ઉપર દેખાય છે અને બંને જુદી જુદી પ્રકારની ફુગથી થાય છે • નિયંત્રણ માટે પાક ૩૦-૩પ દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝીમ ૦.૦પ % (૧૦ ગ્રામ / ૧૦ લિટર ) અથવા મેન્કોઝેબ ૦.ર % (ર૬ ગ્રામ / ૧૦ લિટર) અથવા ૦.ર % કલોરોથેલોનિલ (ર૬ ગ્રામ / ૧૦ લિટર) અથવા હેકઝાકોનેઝોલ ૦.૦૦પ % (૧૦ મિ.લિ. / ૧૦ લિટર પાણીમાં)દવાનો છંટકાવ કરવો. ત્યારબાદ બે છંટકાવ ૧૦-૧ર દિવસનાં અંતરે કરવા. સૂર્યમુખી: • સૂર્યમુખી પાકમાં લીલી ઈયળ મુખ્ય જીવાત છે. તેના નિયંત્રણ માટે બેસિલસ થુરીન્ઝીનેસીસ ૨ લિ./હેક્ટર અથવા લીલી ઈયળનું એન. પી.વી. ૨૫૦ એલઇ/હેક્ટર અથવા કિવનાલફોસ અથવા ફેનવાલરેટનો છંટકાવ કરવો.
તલઃ • પ્રકાશપિંજરનો ઉપયોગ કરવો. બીવેરીયા બેઝીયાના ૫ ગ્રામ અથવા લીંબોળીના મીંજનું દ્રાવણ ૫ ગ્રામ પ્રતિ લિટર પાણી અથવા ક્વીનાલફોસ ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં નાંખી છંટકાવ કરવો. દિવેલા: • ભલામણ કરેલ જાતો: જીએયુસી-૧, જીસીએચ-૫, ૬,૭, ૮,અથવા ૯, જીસીએમ-૪ અને ૬ સુકા વિસ્તાર માટે જીસીએચ-૨ નું વાવેતર કરવું. સોયાબીનઃ • સોયાબીનના ૩૦ દિવસ પછી સોયાબીનની બે હાર પછી ૧ હાર એરંડાની આંતરપાક પદ્ધતિ માટે વાવવી. કપાસઃ • કપાસમાં લાલ પર્ણ થતાં હોય તો ૧% મેગ્નેશીયમ સલ્ફેટ દ્રાવણ ૯૦ દિવસનો પાક થાય ત્યારે અને બીજો ૧૫ દિવસે છંટકાવ કરવો. • સફેદ માખીની મોજણીમાં પીળા રંગની સ્ટીકી ટ્રેપ હેકટરે ૫ લગાવવી. ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ફેરોમેન ટ્રેપ હેકટર દીઠ ૫ લગાવવી. તમાકું: • તમાકુમાં વાંકુલાનાં નાશ માટે ઉગતાની સાથે ટોચ ઉપર કેરોસીન, ડીઝલ, લીંબોળી, કપાસ, સોયાબીન જેવા તેલનાં બે ટીપા મુકવાથી તેનો નાશ થાય • ભલામણ કરેલ જાતો આણંદ-૧૧૯, જીટી-૫, જીટી-૯, જીટીએચ-૧, ગુજરાત તમાકુ-૯, જીસીટી-૩ તુવેરઃ • તુવેરનાં બિયારણનો દર ૧૫ થી ૨૦ કિલો હેક્ટર રાખવો અને બીજને કાર્બેન્ડાઝીનની ૩૦ ટકા માવજત આપવી. • વાવેતર ૧૦ ઓગષ્ટ સુધીમાં કરી દેવું અને ખાતર ૧૧૦ કિલો ડીએપી આપવું. • મગફળી-તુવેર રીલે પાક પધ્ધતિ અપનાવો. વેલાવાળા શાકભાજી: • આ ભૂકી છારાનો રોગ છે. જેના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર (૩૦ ગ્રામ/૧૦ લિ.) અથવા ડીનોકેપ (૧૦ મિ.લિ./૧૦ લિ.) અથવા હેક્ઝાકોનાઝોલ (૧૦ મિ.લિ./૧૦ લિ.) અથવા કાર્બેન્ડાઝીમ(૫ ગ્રામ / ૧૦ લિ.) જેવી દવા છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે.
પપૈયાઃ • પપૈયામાં કોહવારોના નિયંત્રણ માટે થડ ફરતે બોર્ડોપેસ્ટ લગાવો. વધુમાં કોપર ઓકઝીકલોરાઈડના દ્રાવણનું ડ્રેન્ચિંગ કરવું. • પપૈયાના ધરૂ માટે પોલીકમશેડ નેટ હાઉસમાં ઉછેર કરવો. આંબોઃ આત્યારે આંબામાં સાયપરમેથીન ૨૦ મિ.લિ. તેમાં બ્લુકોપાર ૫૦ મિ.લિ. નાખી થડ તેમજ ડાળીઓ સહિત છંટકાવ કરવો. જમીનમાં કાચું દેશી ખાતર ન નાખવું. કીડી, મુંડા જમીનમાં હોય તો કલોરપાયરીફોસ ૨૦ મિ.લિ. પમ્પમાં નાખી છંટકાવ કરવો.