હાલ વધુ પડતા વરસાદના કારણે અમુક પાક નિષ્ફળ જવાની શક્યતા રહેશે તો આ સમયે તે પાક કાઢી શિયાળુ પાકનું વાવેતર કરવું જોઈએ અને વાતાવરણમાં ઠંડક આવે ત્યારે શિયાળુ પાક વાવી દેવો. તેમાં પણ મોડું થાય તો વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું. પલળી ગયેલ પાકનું બિયારણ વાવવા માટે રાખવું નહિ. ખેડૂતોએ પોતે પોતાના ખેતરમાં કોઈ પણ નવો અખતરો એક વીઘા પુરતો કરવો જોઈએ જેમ કે નવી જાત, નવી ભલામણ, જૈવિક દવાઓ, ખાતરો, બિયારણો, વાવેતર પધ્ધતિ, વગેરે.
• જુદા-જુદા રસાયણોને મિશ્ર કરતા સમયે રાખવાની થતી સાવચેતીઃ
• ૧. માત્ર બે જ રસાયણો તેમની સુસંગતતાની ચોક્કસ ખાતરી કરી પછી જ ભેળવવા.
• ૨. ક્યારેય પણ જુદા-જુદા બે ઈમ્લસીફયેબલ કોન્સન્ટ્રેટ (EC) સ્વરૂપને મિશ્ર છંટકાવ માટે પસંદ ના કરવા.
• ૩. ક્યારેય પણ જુદા-જુદા બે વેટેબલ પાવડર (WP) સ્વરૂપને મિશ્ર છંટકાવ માટે પસંદ ના કરવા.
• ૪. ક્યારેય પણ દાણાદાર અને પ્રવાહી સ્વરૂપને મિશ્ર છંટકાવ માટે પસંદ ના કરવા.
• ૫. શક્ય હોય તો મિશ્ર છંટકાવ માટેના બંને રસાયણો એક જ ઉત્પાદકના હોય તેનું ધ્યાન રાખવું.
• ૬. ઈમ્લસીફયેબલ કોન્સન્ટ્રેટ (EC) અને વેટેબલ પાવડર (WP) સ્વરૂપને મિશ્ર છંટકાવ માટે પસંદ ના કરવા અન્યથા પાક પર ઝેરી અસર થવાની શક્યતાઓ વધી જાય છે.
• ૭.રસાયણોની સુસંગતતા જાણવા/વધારવા માટે સુસંગત ચાર્ટનો ઉપયોગ કરવો.

ક્રમ જંતુનાશક
૧ એસીફેટ ૫૦% + બાયફેન્થ્રીન ૧૦% WDG
૨ એસીફેટ ૪૫% + સાયપરફમેથ્રીન ૫% DF
૩ એસીફેટ ૨૫% + ફેનવાલરેટ ૩% EC
૪ એસીફેટ ૫% + ઈમીડાક્લોપ્રીડ ૧.૮% SP
૫ એસીફેટ ૫% + ઈમીડાક્લોપ્રીડ ૧.૧% SP
૬ એસીટામીપ્રીડ ૦.૪% + કલોરપાયરીફોસ ૨૦% EC
૭ બીટા સાયફ્‌લુથ્રીન ૮.૪૯% + ઈમીડાક્લોપ્રીડ ૧૯.૮૧%OD
૮ બુપ્રોફેઝીન ૧૫% + એસીફેટ ૩૫% WP
૯ ક્લોરાનટ્રાનીપોલ ૮.૮% + થાયમીથોક્ઝામ ૧૭.૫% SC
૧૦ ક્લોરાનટ્રાનીપોલ ૯.૩% + લામ્ડા સાયકલોથ્રીન ૪.૬%ZC
૧૧ કલોરપાયરીફોસ ૧૬% + આલ્ફાસાયપરફમેથ્રીન ૧% EC
૧૨ કલોરપાયરીફોસ ૫૦% + સાયપરફમેથ્રીન ૫% EC
૧૩ સાયફ્‌લુથ્રીન ૦.૦૨૫% + ટ્રાનફ્‌લુથ્રીન ૦.૦૪%
૧૪ સાયપરફમેથ્રીન ૧૦% + ઇન્ડોકસાકાર્બ ૧૦% EC
૧૫ સાયપરફમેથ્રીન૩%+ ક્વીનાલફોસ ૨૦% EC
૧૬ ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% EC
૧૭ ડાયઝીનોન ૦.૫% + પાયરેથ્રમ ૦.૧%
૧૮ ડાયફ્‌લુબેનઝ્યુરોન ૨૦% + ડેલ્ટામેથ્રીન ૨.% WC
૧૯ ઇથીઓન ૪૦% + સાયપરફમેથ્રીન ૫% EC
૨૦ ઈથીપ્રોલ ૪૦% + ઈમીડાક્લોપ્રીડ ૪૦ % WG
૨૧ ફીપ્રોનીલ ૪૦% + ઈમીડાક્લોપ્રીડ ૪૦ % WG
૨૨ ફેનબુકાર્બ ૨૦% + બુપ્રોફેઝીન ૫% SE
૨૩ ફ્‌લુબેનડીયામાઈડ૪% + બુપ્રોફેઝીન ૨૦% SC
૨૪ ઈમીડાક્લોપ્રીડ ૨૧% + બીટા સાયફ્‌લુથ્રીન ૧૦.૫% SC
૨૫ ઈમીપ્રોથ્રીન ૦.૦૫% + સાયપરફમેથ્રીન ૧% CL
૨૬ ઈમીપ્રોથ્રીન ૦.૦૭% + સાયપરફમેથ્રીન ૦.૨% AE
૨૭ ઈમીપ્રોથ્રીન ૦.૧% + સાયફેનોથ્રીન ૦.૧૫% CL
૨૮ ઇન્ડોકસાકાર્બ ૧૪.૫% + એસીટામીપ્રીડ ૭.૭% SC
૨૯ મીથાઈલ બ્રોમાઇડ ૯૮% + કલોરપીક્રીન ૨%
૩૦ નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોકસાકાર્બ ૪.૫% SC
૩૧ ફોઝાલોન ૨૪% + સાયપરફમેથ્રીન ૫% EC
૩૨ પ્રોફેનોફોસ ૪૦% + સાયપરફમેથ્રીન ૪% EC
૩૩ ફોસ્ફામીડોન ૪૦% + ઈમીડાક્લોપ્રીડ ૨% SP
૩૪ પ્રોપોક્ઝુર ૦.૨૫% + સાયફ્‌લુથ્રીન ૦.૦૨૫% AE
૩૫ પ્રોપોક્ઝુર ૦.૫% + સાયફ્‌લુથ્રીન ૦.૦૧૫% SPRAY
૩૬ પ્રોપોક્ઝુર ૦.૫% + સાયફ્‌લુથ્રીન ૦.૦૨૫% SPRAY
૩૭ પાયરીપ્રોક્ષિફેન ૫% + ફેનપ્રોપાથ્રીન ૧૫% EC
૩૮ સ્પાયરોટેટ્રામેટ ૧૧.૦૧% + ઈમીડાક્લોપ્રીડ ૧૧.૦૧% SC
૩૯ થાયમીથોક્ઝામ ૧૨.૬% + લામ્ડા સાયકલોથ્રીન ૯.૫% ZC
૪૦ થાયમીથોક્ઝામ ૧% + ક્લોરાનટ્રાનીપોલ ૦.૫% GR
૪૧ જંતુનાશક+ ફૂગનાશકઃ ફ્‌લુબેનડીયામાઈડ ૩.૫% + હેક્ઝાકોનાઝોલ ૫% WG

સેન્ટ્રલ ઇન્સેકટીસાઈડ બોર્ડ અને રજીસ્ટ્રેશન કમિટી, ભારત સરકાર દ્વારા માન્ય પૂર્વ મિશ્રત દવાઓઃ
પ્રકાશ પિંજરઃ આ એક યાંત્રિક પદ્ધતિ છે જેના દ્વારા પાકને હાનિકારક જીવાતોનો નાશ કરવામાં આવે છે. જે જીવાત નિશાચર હોય છે તે પ્રકાશ તરફ આકર્ષાય છે. આ રીતે તેમને આકર્ષિત કરીને ઉપદ્રવ ઘટાડવામાં આવે છે. લાઈટનો બલ્બ રાત્રે ચાલુ કરીને તેની નીચે એક મોટા વાસણમાં પાણીની સાથે ૧ કેરોસીન અથવા જંતુનાશક દવા ભેળવી મૂકવામાં આવે છે જેથી જીવાત તેમાં પડીને મરી જાય છે. આ પ્રકારે જો બધા જ ખેડૂતો મળીને સામૂહિક ધોરણે આ પ્રયાસ અપનાવે તો જીવાત પર નિયંત્રણ કરી શકાય છે.
ફેરોમેન ટ્રેપઃ ફેરોમેન ટ્રેપ દ્વારા પાકની મુખ્ય જીવાતોના નરને માદા જીવાત જેવી ગંધ (કાર્બનિક રસાયણ)ની લાલચ આપી આકર્ષીને નાશ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ફક્ત પુખ્ત કીટકોને નષ્ટ કરી શકાય છે. આ પ્રક્રિયાથી જીવાતની મોજણી પણ કરી શકાય છે અને તેમની સંખ્યા અનુસાર બીજી પદ્ધતિઓ દ્વારા તેમનું નિયંત્રણ પણ થઈ શકે છે. આ પ્રક્રિયામાં જીવાતની માદા દ્વારા છોડવામાં આવતી ગંધના જેવી ગંધવાળુ લ્યુર લગાવીને નર જીવાત (કીટકો)ને આકર્ષી શકાય છે. ગંધથી નર કીટકો ઉત્તેજીત થઈ ટ્રેપ પાસે જાય છે અને તેમાં ફસાઈ જાય છે
ઘઉંઃ
• ઘઉંના ૧ કિલોગ્રામ બીજને ૩ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ દવાનો પટ આપી વાવેતર કરવું.
• ઘઉંમાં ૫૦ કિલોગ્રામ પોટાશ તેમજ ૨૫ કિલોગ્રામ ઝીંક સલ્ફેટ આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
• મોડામાં મોડી વાવણી ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવી.
• મધ્યમ કાળી ચુનાયુક્ત જમીન માટે ૬૫ કિલો યુરિયા પાક ૩૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે આપવું.
તુવેરઃ
• ફૂલ અને શીંગોને નુકસાન કરતી જીવાતોનું નિયંત્રણ તુવેર અને અન્ય કઠોળ પાકોમાં પ૦ ટકા ફૂલ બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ ૧પ દિવસે નીચે પૈકીની કોઈપણ એક દવાનો ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
• કવીનાલફોસ ર૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ર મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૧૦ ગ્રામ અથવા ફલુબેન્ડીયામાઈડ ર મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧.પ મિ.લિ. અથવા ઈમામેકટીન બેન્ઝોએટ ર ગ્રામ.
• બિનપિયત પાકમાં કવીનાલફોસ ૧.પ ટકા ભૂકીરૂપ દવા હેકટરે રપ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો.
• ડોડવા કોરનારી ઈયળ વધારે ઉપદ્રવ હોય તો બઝારમાં મળતી નવી જંતુનાશકો જેવી કે ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મેળવી શકાય.
જીરૂઃ
• વાવેતર ૧૦ નવેમ્બર આસપાસ હવામાન જોઈ કરવું. એટલે ૫ નવેમ્બર થી ૨૫ નવેમ્બર સુધીમાં વાવેતર કરી દેવું.
• બીજનો દર એક વીઘામાં ૧ કિલો થી ૧.૫ કિલો રાખવો કાર્બોક્સીન + થાયરમ મિશ્રણ વાઈટાવેક્સ ૩ ગ્રામ / કિલો મુજબ પટ્ટ આપ્યા પછી એક કલાકે વાવેતર કરવું.
• જીરૂમાં ટપક પદ્ધતિ અપનાવો તેમજ ૩૦-૧૫-૨૫ ના.- ફો.-પો./હે. આપો.
• બીજનો દર ૧૨ થી ૧૬ કિ.ગ્રા./હે. રાખવો અને વાવેતર વખતે ૪૩ કિ.ગ્રા. ડીએપી અને ૨૦ કિ.ગ્રા. યુરિયા આપવું.
• બીજને ૮ કલાક પાણીમાં પલાળી છાયામાં સુકવી ૧ કિલોગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ થાયરામનો પટ આપવો.
• જીરુમાં થ્રીપ્સના નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના ૬૦ ગ્રામ જીવાત દેખાય ત્યારે છંટકાવ કરવો.
ચણા:
• જૂનાગઢ યુનિવર્સીટી દ્વારા ચાની બે જાત ૨૦૨૩માં વિકસાવવામાં આવેલ છે જેમાં
જીજી-૮ ગુજરાત ચણા-૮ તેને સોરઠ વિક્રમ પણ કહી શકાય. આ જાત પિયત અને બિન પિયત એમ બન્ને વિસ્તાર માટે ભલામણ છે. આ જાત સુકારા અને સ્ટંટ રોગ સામે પ્રતિકાર ધરાવે છે.આ જાતમાં અન્ય જાતો કરતા લોહતત્વ વધુ હોય છે. છોડ ઊંચા હોવાથી હાર્વેસ્ટરથી કાપણી કરી શકાય.
• કાબુલી ચણા: ગુજરાત કાબુલી ચણા-૨ જેને જીકેજી -૨ પણ કહે છે. આ જાત વહેલી પાકતી જાત છે. જેને સોરઠ કાબુલી-૨ પણ કહે છે. દાણા મોટા હોય છે તે સુકારા અને સ્ટંટ રોગ સામે પ્રતિકાર ધરાવે છે. બીજું પિયત ૧૫ થી ૨૦ દિવસે અને ત્રીજું પિયત ૩૫ થી ૪૦ દિવસે ફુલ બેસે ત્યારે આપવું.
• લીલી ઈયળના નિયંત્રણ માટે કિવનાલફોસ ૨૦ મિ.લિ. અથવા ફ્‌લુબેન્ડીયામાઇડ ૨ મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧.૫ મિ.લિ. અથવા ઈમામેકટીનબેન્જોએટ ૨ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી. પાણીની અછતવાળા વિસ્તારમાં ચણાના પાકમાં કિવનાલફોસ ૧.૫ ટકા ભૂકી દવા હેકટરે ૨૫ કિ.ગ્રા. પ્રમાણે છાંટવાથી સારૂ પરિણામ મળે છે
• શીંગ કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે પોલીટ્રીન ૪૦% ઇસી ૧૫ મિ.લિ. અથવા એસીફેટ ૭૫% ઇસી ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
ધાણાઃ
• ગુજરાત ધાણા-૪ જેને સોરઠ સુગંધ પણ કહે છે તેના તેલમાં લીનાલોલ પ્રમાણ ૬૮.૮૦ % હોવાથી વધુ સુગંધ આપે છે. આ જાત ભૂક્કી છારા સામે પ્રતિકારક જાત છે.
• ગુજરાત ધાણા-૧ અથવા ૨ નું વાવેતર કરવું તેમજ લીલા ધાણા કે કોથમીર માટે શીતલ જાતનું વાવેતર કરવું.
• વાવેતર નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં કરવું અને બીજનો દર ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે રાખવો.
• ધાણાના ફાડીયા કરી સૂર્યના તાપમાં તપાવી ૧૦ થી ૧૨ કલાક પાણીમાં પલાળી સુકવ્યા બાદ વાવતેર કરવું.
મગ: રવિ ઋતુના બિન પિયત કાળા મગ જીબી એમ-૧ નું વાવેતર કરવા નવસારી કૃષિ યુનિવર્સીટી- તણછાનો સંપર્ક કરો.
બટાકાઃ
• બટાકાનું વાવેતર ૧૫ નવેમ્બર આજુબાજુ કુફરી બાદશાહ, કુફરી પુખરાજ અથવા કુફરી લૌકરનું વાવેતર કરવું.
• વાવતા પહેલા ૧ કિલો મેન્કોઝોલ અને ૫ કિલો શંખજીરુંનું મિશ્રણ બનાવી કાપેલા ભાગ ઉપર ભભરાવી વાવેતર કરવું.
• બટાટાનું વાવેતર નવેમ્બર માસના બીજા અઠવાડિયાથી ચોથા અઠવાડિયા સુધીમાં કરવું.
પાપડી: દક્ષિણ ગુજરાતનાં ખેડૂત માટે પાપડી જી.એન.આઈ.બી.-૨૨ નું વાવેતર કરવું. બીજને રાઈઝોબીયમનો પટ આપીને વાવેતર કરવું.
લીંબુઃ-લીંબુનું પાનકોરીયું અને કાળી માખીના નિયંત્રણ માટે ઈમીડાકલોરાપ્રાઈડ ૪ મિ.લિ./ ૧૦ લિ. પાણીમાં નાખી બે છંટકાવ ૧૫ દિવસના ગાળે કરો.
જામફળ: ફળ માખીના નિયંત્રણ માટે ૫૦ લિટર પાણીમાં મેલાથીઓન ૫૦% ઈસી ૧૦ મિ.લિ. અને ૪૦૦ ગ્રામ ગોળ ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
દાડમ: દાડમના પાકમાં વરસાદ પૂર્ણ થયાના ૪૫ દિવસ બાદ ડાળીની ટોચ પરથી ૩૦ સેમી સુધી છટણી કરવાથી અને ચોખ્ખો નફો મળે છે.
કેળ:
• કેળની રોપણીના ખાડા દીઠ ૧૦ કિ.ગ્રા. છાણીયું ખાતર આપવું.
મરચી: ગ્રીન હાઉસમાં કેપ્સીકમ મરચીમાં ૨૦ થી ૨૫ દિવસે છોડની અગ્રકલિકા દૂર કરવી.
રીંગણી: ડોલી-૫, જૂનાગઢ લોંગ, ગુ.રી.હા.-૧, જી.આર.બી.-૫ નું વાવેતર કરવું
દુધી: મધ્ય ગુજરાતના ખેડૂતો માટે ગુજરાત આણંદ સંકર દુધી-૧ (જીએબીજીએચ-૧) નું વાવેતર કરવું.
ટમેટાઃ મધ્ય ગુજરાતના ખેડૂતોને ગુજરાત આણંદ ટમેટા-૫(જીએટી-૫)નું વાવેતર કરવું.
લસણ: ગુજરાત લસણ-૮ જેને સોરઠ મોહિની પણ કહે છે. તે બીજી જાતો કરતા વધુ ઉત્પાદન આપે છે.
• ૬૦ ટકા છાપાવાળા સફેદ નેટ હાઉસમાં ટમેટાની અનિયંત્રીત વૃદ્ધીવાળી જાતની ખેતી કરવાથી વધુ ઉત્પાદન અને આર્થિક વળતર મેળવી શકાય.
• ટમેટાનું ઉત્પાદન ૩૧૬.૦૫ કિવ. / હે. મળેલ છે, જે નિયંત્રિત જાતો આણંદ ટમેટા ૩ (૨૪૦.૮૪ કિવ.હે).
• પાનનો કોક્ડવા તથા ફળ કોરી ખાનારી ઈયળમાં નિયંત્રિત જાતો કરતા સારી પ્રતિકારક છે.
• ભૂકીછરાના નિયંત્રણ માટે પાકમાં રોગની શરૂઆત થાય એટલે દ્રાવ્ય ગંધક ૮૦% વાળો ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.