ઘઉં
• ઘઉંનુ વધુ ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી નવેમ્બરમાં કરવી.
• કોઈપણ પાકનું વાવેતર કરવું હોય તો તેની વાવણીની તારીખ જાણીને જ વાવેતર કરવું.
દિવેલાઃ-
• દિવેલાના પાકમાં માળમાં ડોડવા પાકતી વખતે કાચા ન ઉતરે તે ખાસ ધ્યાન રાખવું.
• માળના વિકાસની અવસ્થાએ ભેજની ખેંચ ન રહે તે માટે જમીનની પ્રત પ્રમાણે ૧૫ થી ૨૦ દિવસના ગાળે પિયત આપવું.
કપાસઃ-
• કપાસમાં પાછતર વીણીમાં ફાયદો ના મળે તેમ હોય તો તે કાઢી શિયાળુ પાકનું વાવેતર કરવું.
• કપાસ તૈયાર થયે ભેજ ઉડી જાય ત્યારે સુકી જગ્યામાં સંગ્રહ કરવો અને વેંચતી વખતે પાણી છાંટવું નહિ.
• નબળી ગુણવત્તા વાળો કપાસ અલગ રાખવો.
શેરડીઃ-
• શેરડીમાં આંતરપાક તરીકે ચણા, લસણ અથવા ડુંગળીનું વાવેતર કરવું.
• શેરડીમાં સંકલિત ખાતર વ્યવસ્થા માટે શેરડીનું વધુ ઉત્પાદન અને ખાંડનો સારો ઉતારો મેળવવા માટે ભલામણ કરેલ રસાયણિક ખાતર સાથે હેક્ટર દીઠ ૨૫ ટન કોહવાયેલું છાણીયું ખાતર આપવું જોઈએ. છાણીયા ખાતરની અવેજીમાં હેકટરે ૬૨૫ કિ.ગ્રા. દીવેલીનો ખોળ અથવા ૧૨ ટન જુનો પ્રેસમડ આપવાની ભલામણ છે. જે ખેડૂત (એક વર્ષ જુનો) પ્રેસમડ ૧૨ ટન/હેકટરે આપે, તેમણે ફોસ્ફરસના ભલામણ કરેલ જથ્થાનો અડધો જ(૫૦%) જથ્થો આપવો.
• જૈવિક ખાતર માટે શેરડીની રોપણી બાદ ૩૦ અને ૬૦ દિવસે દરેક વખતે હેકટરે ૨.૦ કિ.ગ્રા. એઝેટોબેકટર કલ્ચર આપવાથી ૨૫ ટકા નાઈટ્રોજનનો બચાવ થઈ શકે છે. એઝેટોબેકટર કલ્ચરને ૧૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે ભેળવી થોડા પાણીનો છંટકાવ કરી, એક રાત રાખ્યા બાદ ચાસની બાજુમાં ઓરીને આપવું.
• શેરડીમાં રાસાયણિક ખાતર ૨૫૦-૧૨૫-૧૨૫પૈકી./હેક્ટર નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અનુક્રમે રોપણ પાકમાં અને ૨૦૦-૬૨.૫-૧૨૫ કી./હે.
નાઈટ્રોજન , ફોસ્ફરસ અને પોટાશ પ્રથમ લામ પાકમાં આપવું (નાઈટ્રોજન ખાતર ચાર હપ્તામાં ૧૫%, ૩૦%, ૨૦% અને ૩૫% પ્રમાણે અનુક્રમે રોપણી વખતે ૧,૫,૩ અને ૫ મહિને આપવો.) નાઈટ્રોજન ખાતરના બીજા અને ત્રીજા હપ્તાને ચાસની બાજુમાં ઓરીને ભેજમાં આપવો. ૨૫૦ કિ./હે. કરતા વધુ નાઈટ્રોજન આપવાથી પાકની ગુણવત્તા બગડે છે. તેમજ રોગ જીવાતોના પ્રશ્ન વધે છે.
મકાઈ સ્વીટકોર્ન હાઈબ્રીડ જીએએસસીએચ – ૧૧ (મધુરમ) રવી ઋતુમાં વાવેતર માટે ભલામણ છે. આ ગાભમારાની ઈયળ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે.
તુવેરઃ-
• તુવેરના પાકમાં ફુલ અવસ્થા અને શીંગોમાં દાણા ભરાવાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો પિયત આપવું.
• લીલી ઇયળનાં નિયંત્રણ માટે નર ફૂંદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. આ જીવાતનું એનપીવી ૪૫૦ એલઇ/હે છાંટવું. લીમડાની લીંબોળીનો અર્કનો ઉપયોગ કરવો. અથવા ડાયક્લોરવોશ અથવા ક્વિનાલફોસ પૈકી કોઇપણ એક દવાનો છંટકાવ કરવો.
ટમેટીઃ-
• મધ્ય ગુજરાતના ખેડૂતોને ગુજરાત આણંદ ટમેટા-૫(જીએટી-૫)નું વાવેતર કરવું. તેમજ સૌરાષ્ટÙ માટે જુનાગઢ ટામેટા-૩, ૬ વાવેતર કરવું.
ચણાઃ-
• ગુજરાત ચણા-૧, ૨, ૩, ૫, દાહોદ પીળા,
ચણામાંથી કોઈ પણ એક જાતનું વાવેતર કરો.
• વાવેતર વખતે હેક્ટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૦૯ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૨ કિલોગ્રામ યુરિયા અથવા ૨૭ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું અને ૮૦ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવું.
રાઈઃ-
• હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ ડી.એ.પી. અને ૩૩ કિલોગ્રામ યૂરિયા અથવા ૭૬ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર જમીનમાં ઓરીને આપવું.
• બિયારણનો દર ૩.૫ કિલોગ્રામ પ્રતિ હેકટર રાખવો.

દાડમઃ-
• દાડમમાં હસ્તબહાર લેવી. પિયત ચોમાસું પૂરું થાય પછી બંધ કરવું.
• નિયમિત પિયત આપવાથી ફળ ફાટતા નથી
નાળીયેરીઃ-
• નાળીયેરીના ફળ કાળા પડી અને ખરી જાય છે તે માટે આ પાનકથીરી નામની જીવાતની અસરને લીધે થાય છે. લીમડા આધારીત દવાનું મુળ શોષણ પધ્ધતિ દ્વારા ર માસ અંતરે ર કે ૩ વાર આપવાથી થઈ શકે છે.
• નાના ફળ ખરી પડવાના કારણોમાં ઝાડને સારૂ પોષણ મહત્વની બાબત હોવાથી ભલામણ પ્રમાણે ઝાડદીઠ ૧ કિલો એમોનિયમ સલ્ફેટ,૧ કિલો સુપર ફોસ્ફેટ તથા ૧.રપ૦ કિલો મ્યુરેટ ઓફ પોટાશ જૂન-જુલાઈમાં અને તેટલો જ બીજો હપ્તો સપ્ટેમ્બર-ઓકટોબર મા આપવો.
આંબો ઓક્ટોબર કે નવેમ્બર માસમાં પોટેશિયમ નાઈટ્રેટ ૨ ટકાના દ્રાવણના બે છંટકાવ કરવા
પપૈયાઃ- તાઈવાન હાઈબ્રીડ જાતમાં નર અને માદા એક જ ફુલમાં હોવાથી એક ખાડામાં એક છોડનું વાવેતર કરવું.
ચીકુઃ-
• ચોમાસા પછી ચીકુમાં સુકારો રોગ આવે છે. તેના નિયંત્રણ માટે પ્રથમ તો ચીકુવાડીયામાં ડાંગર જેવા પાક લેવો જોઈએ નહી. ચોમાસામાં પાણી ભરાવા દેવું નહી. નિતારની વ્યવસ્થા કરવી. ઝાડ ફરતે . ચીકુવાડીયામાં સેન્દ્રિય ખાતરો સાથે ટ્રાયકોડમા મિશ્ર કરી રીંગ બનાવી જમીનમાં આપી જૈવિક નિયંત્રણ પણ કરી શકાય છે.
બોરઃ-
ચોમાસું પૂરુ થયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટિકનું મલ્ચ (૨૫ માઈક્રોન) પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે.
લીંબુઃ- લીંબુના પાકમાં પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ (૪ મિ.લિ./૧૦ લીટર) નો છંટકાવ કરવો.