• જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સલાહ આપવામાં આવે છે કે ઘઉંના પાકની કાપણી કમ્બાઈંડ હાર્વેસ્ટ વડે કર્યા બાદ ૫ કિલો માધ્યમ કલ્ચર નાખી રોટાવેટર અને રાંપ વડે ખેડ કરીને ઘઉંના પાકના અવશેષોને જમીનમાં ભેળવી દેવા તેમજ યુરિયાનો છંટકાવ અથવા યુરીયા આપી ફુવારા પિયત વડે હલકું પિયત આપવું.
ઉનાળુ મગફળીઃ
• મગફળીના કોલર રોટ રોગને ઘટાડવા માટે બીજ માવજત (ICBR 1:51.12) તરીકે જ્ર ૧.૨૫ ગ્રામ/કિલો ટેબુકોનાઝોલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
• નિંદામણ: પ્રિ-ઈમરજન્સ તરીકે મગફળીનું વાવેતર કર્યા બાદ ઉગતા પહેલા જરૂર જણાય તો જ સ્ટોમ્પનો છંટકાવ કરવો.
• બીજને પટઃ બીજને થાયરમનો પટ આપવો ત્યારબાદ રાઈઝોબીયમ અને ફોસ્ફેટ કલ્ચરનો પણ પટ આપીને વાવેતર કરવું.
• ઉનાળુ વાવેતર માટે ભરોસા પાત્ર એગ્રો પાસેથી સમયસર બિયારણ મેળવી લેવું.
• જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ દ્વારા ઉપલબ્ધ બિયારણ મેળવવા માટે વેબસાઈટ www.jau.in ઉપરથી માહિતી મળી જશે.
• ઊંચા ભાવ આપી યુનિવર્સીટી સિવાયની જાતો લેવાનું ટાળજા. રૂબરૂ અનુભવ થયો હોય પછી જ વિશ્વાસ કરવો.
જમીનની તૈયારીઃ
• જમીનના નીચલાં થરમાંથી નીંદણના બીજ ઉપરની સપાટીમાં આવે છે, જયાં પક્ષીઓ કે જીવાતો દ્વારા તેનું ભક્ષણ થાય છે, ઉગાવો થયા બાદ દ્વિતીય ખેડથી તેનો નાશ કરવામાં આવે છે, અને પાકના અવશેષો તથા સેન્દ્રીય ખાતરો જમીનમાં ભળવાથી તેનું કોહવાણ થતાં નીંદણોને નુકસાનકારક રસાયણો છૂટાં પડતાં નીંદણના બીજનો ઉગાવો અટકાવે અથવા તેની વૃદ્ધિ અવરોધે છે.
• જયારે ગેણ ખેડનો મુખ્ય હેતુ ઉગેલાં નીંદણોને નાશ કરવાનો હોય છે.
• નિંદાણનાં કારણે અનિયંત્રિત નીંદણોથી પાક ઉત્પાદનમાં ૩૪.૩ થી ૮૯.૮% ઘટાડો થાય છે. ડાંગરમાં ૩૦-૩પ%, ઘઉંમાં ૧પ-૩૦%, મકાઈ, જુવાર, કઠોળ, તેલીબિયામાં ૧૮-૮પ%, શેરડીમાં ૩૮.૮%, કપાસમાં ૪૭.પ% અને ડુંગળીમાં ૯૦.૭%. કોઈપણ ખેડનો પ્રાથમિક હેતુ નીંદણ નિયંત્રણ હોય છે. જા કે સેન્દ્રીય ખાતરો તથા પાક અવશેષો જમીનમાં ભેળવવા, જમીન પોચી અને ભરભરી કરવા, જમીનની અંદરનું સખત પડ તોડવા તેમજ ધોરીયા-પાળા બનાવવા માટે પણ ખેડ કરવામાં આવે છે.
• પાકના વાવેતર પહેલાં કરવામાં આવતી ખેડના બે પ્રકાર છેઃ પ્રાથમિક ખેડ અને ગેણ ખેડ. પ્રાથમિક ખેડ જમીનની ઉથલ-પાથલ કરતાં હળ કે ચવડાથી કરવામાં આવે છે.
જયારે ગેણ ખેડ હળવા કરબ-કરબડીથી કરવામાં આવે છે.
• પ્રાથમિક ખેડથી હયાત નીંદણો અને નીંદણના બીજ જમીનમાં દટાઈ જાય છે, મગફળી અને મગમાં તડતડીયા, મોલો, થ્રીપ્સ, મોલોની વસ્તી જાણવા પીળા ચીકણા ટ્રેપ ગોઠવવા.
• દર અઠવાડિયે જીવાતોનું સર્વેક્ષણ કરવું.
• ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (ટકા ૫ અર્ક) અથવા લીમડા આધારિત સાંજના સમયે છંટકાવ કરવો.
• વધુ ઉપદ્રવ જણાય તો ઈમીડાકલોપ્રી અથવા ડાયમીથીએટનો છંટકાવ કરવો.
કઠોળ:
• અડદનાં પાનના ટપકાના રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે રોગની શરૂઆતમાં હેક્ઝાકોનાઝોલ ૦.૦૦ ૫ % (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ.) ના ત્રણ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.
મગઃ
• મગના ભૂકીછારા રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કોર્બન્ડાઝીમ ૦.૦૨૫ % અથવા હેક્ઝાકોનાઝોલ ૦.૦૦૫ % અથવા દ્રાવ્ય ગંધક ૦.૨ % અથવા સેન્દ્રીય ખેતી માટે લીમડાનાં મીંજનું દ્રાવણ ૫ % મિશ્ર કરી રોગની શરૂઆત થાય કે તુરંત પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
શેરડીઃ શેરડીમાં જૈવિક નિયંત્રણ માટે
• સફેદ માખીના ઈંડા તેમજ બચ્ચાંને ખાનારા દાળીયા કિટકો જેવા કે સેરેન્જીયમ પારસેસીટોઝમ, મેનોચીલસ સેકસમેકયુલેટસ, બુમોઈડસ સુચુરાલીસ ૫રભક્ષી કરોળીયા તથા કેટલીકવાર ક્રાયસોપા ૫ણ જોવા મળે છે. ત્યારે દવાનો છંટકાવ મુલ્તવી રાખવો જોઈએ. ડાયફા એફીડીવોરા, માઈક્રોમોસ ઈગોરોટસ તથા સીરફીડ ફલાય જેવા ૫રભક્ષી શેરડીની વ્હાઈટ વુલી એફીડ ઉ૫ર ખુબજ અસરકારક માલુમ ૫ડેલ છે.
મશરૂમઃ દક્ષિણ ગુજરાતમાં મશરૂમ ઉત્પાદકોને ઢીંગરી મશરૂમ (પ્લુરોટસ સજાર-કાજુ)નાં વધુ ઉત્પાદન માટે ઘઉં અને ડાંગરના પરાળનો ઉપયોગ કરવો.
શાકભાજીઃ
• મધ્યમ કાળી ચુનાયુક્ત જમીનમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, ટમેટાના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત માઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ ૪ નો છંટકાવ કરવો.
• ઉનાળુ ઋતુમાં પાકોને ચાસ પધ્ધતિથી વાવેતર કરી શરૂઆતના પિયત ફકત ચાસમાં આપવાથી બે ચાસ વચ્ચેની જગ્યા સૂકી રહેતી હોઈ નીંદણોનો ઉગાવો થતો નથી.
• ભીંડા માટે ગુજરાત ભીંડા-ર, ગુજરાત આણંદ ભીંડા-૫, વર્ષા ઉ૫હાર, પુસા મખમલી, ગુજરાત જૂનાગઢ ભીંડા-૩, ગુજરાત જૂનાગઢ ભીંડા સંકર-૨, ગુજરાત જૂનાગઢ ભીંડા સંકર-૩ નું વાવેતર કરવું.
લસણ-ડુંગળીઃ
• ડુંગળીની સંગ્રહશક્તિ વધારવા માટે કાપણી અગાઉ ૧૫ દિવસે મેલીક હાઈડ્રોકસાઈડ ૧૦ લિટર પાણીમાં ૫ ગ્રામ ભેળવી છંટકાવ કરવો.
બાગાયતઃ
આંબામાં મધીયો અને થ્રીપ્સના નિયંત્રણના પગલા
• ૧. થાયામીથોકઝામ ૨૫ ડબ્લ્યુ.જી.- ૦.૧ ગ્રામ/લિટર
• ૨. ડાયમીથોએટ ૩૦ ઈ.સી.- ૧.૫-૨.૦ મિ.લિ./લિટર
• ૩. કાર્બોસ્લ્ફાન ૨૫ ઈ.સી.- ૧.૫-૨.૦ મિ.લિ./લિટર
• ૪. ઈમિડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ.- ૦.૪ મિ.લિ./લિટર
• ૫. ટોલફેનપાયરેડ ૧૫ ઈ.સી.- ૨.૦ મિ.લિ./લિટર
• ૬. સ્પાયરોટેટ્રામેટ ૧૧.૦૧ ઈમિડાક્લોપ્રીડ ૧૧.૦૧ એસ.સી.- ૦.૭૫ મિ.લિ./લિટર
જૈવિક ખેતી કરતા ખેડૂતો આંબામાં મધીયા તેમજ થ્રીપ્સના નિયંત્રણ માટે નીચે મુજબની જૈવિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકે.
• ૧. બ્યુવેરીયા બેસીયાના ૧.૧૫ ડબ્લ્યુ.પી. ૫ ગ્રામ/લિટર
• ૨. મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ ડબ્લ્યુ.પી. ૫ ગ્રામ/લિટર
આંબામાં ભૂકીછારાના નિયંત્રણના પગલા
• ૧. કાર્બેનડેન્ઝીમ
• ૨. કોપર ઓક્સીક્લોરાઇડ
• ૩. ડાયનોકેપ
• ૪. હેક્સાકોનાઝોલ
• ૫. સલ્ફર ૮૦%
• ૬. ટેટ્રાકોનાઝોલ
• ૭. કાર્બેન્ડાઝીમ ૧૨% મેન્કોઝેબ ૬૩% ડબ્લ્યુ.પી. ૧.૫ ગ્રામ/લિટર
કેળઃ
• કેળના પાકમાં માતૃ છોડની આજુબાજુના પીલા નિયમિત કાઢતા રહેવું.
• જરૂરીયાત મુજબ ૪ થી ૫ દિવસે પિયત આપવું
• કેળના સારા વિકાસ માટે ફળો બેસી ગયા બાદ પૂષ્પ વિન્યાસ ખેરી નાખવો.
• કેળની લુમને ઢાંકવા માટે સુકા પાન અથવા કંતાનથી લુમને ઢાંકવી.
પશુપાલનઃ
• પશુ સંવર્ધનથી માદા પશુઓમાં ગર્ભપાતનું પ્રમાણ અટકે છે. પશુઓમાં તંદુરસ્ત-વિકસિત બચ્ચાંનો જન્મ થાય છે જેને કારણે બચ્ચાંમાં મરણ પ્રમાણનો દર નોંધપાત્ર રીતે ઘટે છે. માદા પશુઓમાં મેલી સમયસર (૮ થી ૧૨ કલાકમાં) પડી જાય છે. માદા પશુઓમાં દૂધાળા દિવસો લાંબા સમય સુધી જળવાઈ રહે છે. માદા પશુઓ સમયસર (૯૦ દિવસે) વેતરે આવે છે અને ફળી જાય છે.
• વિયાણ પછીના રોગો જેવા કે સુવા રોગ(મીલ્ક ફીવર), કિટોસીસ વિગેરે અને ચયાપચયના રોગો ઓછા પ્રમાણમાં જાવા મળે છે. પશુપાલકને પશુ સારવારનો ખર્ચ ધટે છે અને દૂધ ઉત્પાદન-ઉત્પાદકતા વધે છે.
• ૪-૬ માસના બચ્ચાઓને ધીરે – ધીરે અન્ય ખોરાક તરફ વાળી દૂધનું પ્રમાણ ઓછું કરવું.
• ત્રણ માસથી વધુ ગર્ભકાળવાળી માદાઓમાં યોનિભ્રંશ થતો હોય તો દર ૧૫ – ૩૦ દિવસના અંતરે ઠંડકના ઈન્જેકશન અપાવવાની શરૂઆત કરવી જે વિયાણના એક માસ બાકી હોય ત્યારે બંધ કરવા.