રણજી ટ્રોફીની નવી સીઝન પહેલા અજિંક્ય રહાણેએ એક મોટો નિર્ણય લીધો છે. અજિંકય રહાણેએ મુંબઈની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. રહાણેએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ માહિતી શેર કરી છે.અજિંકય રહાણેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ એકસ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે “મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરવી અને ચેÂમ્પયનશીપ જીતવી મારા માટે ખૂબ જ સન્માનની વાત રહી છે. નવી ડોમેસ્ટીક સીઝન આવી રહી છે, મારું માનવું છે કે નવા કેપ્ટનને તૈયાર કરવાનો આ યોગ્ય સમય છે અને તેથી મેં કેપ્ટનશીપની ભૂમિકા ચાલુ ન રાખવાનો નિર્ણય લીધો છે.” વધુમાં તેમણે લખ્યું કે “હું એક ખેલાડી તરીકે મારું શ્રેષ્ઠ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે મારી સફર ચાલુ રાખીશ. જેથી આપણે વધુ ટ્રોફી જીતી શકીએ. આ સીઝનની આતુરતાથી રાહ જાઈ રહ્યો છું.અજિંક્્ય રહાણે લાંબા સમય સુધી રણજી ટ્રોફીમાં મુંબઈનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેની કેપ્ટનશીપમાં મુંબઈએ ૨૦૨૩-૨૪ સીઝનમાં રણજી ટ્રોફીનો ખિતાબ જીતીને ૭ વર્ષના ટ્રોફી દુષ્કાળનો અંત લાવ્યો. આ ઉપરાંત, રહાણેની કેપ્ટનશીપમાં મુંબઈએ ઈરાની ટ્રોફીનો ખિતાબ પણ જીત્યો.અજિંક્્ય રહાણેએ મુંબઈ માટે અત્યાર સુધીમાં ૭૬ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં રહાણેએ બેટિંગ કરતી વખતે ૫૨ની સરેરાશથી ૫૯૩૨ રન બનાવ્યા છે. આ દરમિયાન, તેના બેટથી ૧૯ સદી પણ આવી છે. વસીમ જાફર પછી રહાણે મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.