પવિત્ર શ્રાવણ માસ અને આગામી જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, અમરેલીની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. આ તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણ જેવા ખાદ્ય પદાર્થોનો મોટા પાયે ઉપયોગ થતો હોય છે, ત્યારે તેમાં ભેળસેળ ન થાય અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગ્રાહક પંચાયત દ્વારા તંત્રને સમયસર ખાદ્ય પદાર્થોના નમૂના લઈ ચેકિંગ કરવા અને આ બાબતે ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. આ આવેદનપત્ર અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, અમરેલી જિલ્લા ટીમ વતી સંદીપભાઈ એચ. પાનસુરીયા, જગતભાઈ કોટેચા, મનીષભાઈ સાંગાણી અને વિમલભાઈ કાબરિયા દ્વારા પાઠવવામાં આવ્યું હતું.