યુપી વિધાનસભામાં ‘વિઝન ડોક્યુમેન્ટ ૨૦૪૭’ પર ૨૪ કલાક ચાલેલી મેરેથોન ચર્ચાને સંબોધતા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પૂજા પાલે કહ્યું, “મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શૂન્ય સહિષ્ણુતા જેવી નીતિઓ લાગુ કરીને મારા જેવી ઘણી મહિલાઓને ન્યાય અપાવ્યો, જેના કારણે અતિક અહેમદ જેવા ગુનેગારો માર્યા ગયા. બધા જાણે છે કે મારા પતિની હત્યા કોણે કરી… હું મુખ્યમંત્રીનો આભાર માનવા માંગુ છું કે તેમણે મને ન્યાય આપ્યો અને મારી વાત સાંભળી જ્યારે બીજા કોઈએ ન સાંભળી.”
તેણીએ કહ્યું, “આજે આખું રાજ્ય મુખ્યમંત્રી તરફ વિશ્વાસથી જુએ છે… મુખ્યમંત્રીએ મારા પતિના ખૂની અતિક અહેમદનો નાશ કરવાનું કામ કર્યું… જ્યારે મેં જાયું કે અતિક અહેમદ જેવા ગુનેગારો સામે કોઈ લડવા માંગતું નથી ત્યારે મેં મારો અવાજ ઉઠાવ્યો… જ્યારે હું આ લડાઈથી કંટાળી ગઈ, ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મને ન્યાય આપ્યો.”
પૂજાએ કહ્યું હતું કે, “મારા પતિના ખૂની અતિક અહેમદને મુખ્યમંત્રીએ દફનાવી દીધો હતો.” તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ તેમના છુપાયેલા આંસુ જાયા હતા, જે વર્ષોથી કોઈએ જાયા ન હતા. ૧૫ એપ્રિલ ૨૦૨૩ ના રોજ પ્રયાગરાજમાં ફુલપુરના ભૂતપૂર્વ સાંસદ અતિક અહેમદ અને તેમના ભાઈ અને ભૂતપૂર્વ ધારાસભ્ય અશરફની ન્યાયિક કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંને પર ૨૦૦૫ માં પૂજા પાલના ધારાસભ્ય પતિ રાજુ પાલની હત્યા કરવાનો આરોપ હતો. પૂજા પાલના પતિની હત્યા કરવામાં આવી હતી.
રાજુ પાલ ૨૦૦૫ માં બહુજન સમાજ પાર્ટી તરફથી પ્રયાગરાજ સિટી વેસ્ટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની હત્યા પછી, પૂજા પાલ ૨૦૦૭ માં બહુજન સમાજ પાર્ટી તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ૨૦૨૨ માં સમાજવાદી પાર્ટીએ તેમને કૌશામ્બી જિલ્લાના ચૈલથી ટિકિટ આપી હતી. ૨૦૨૩ માં અતિક અને તેમના ભાઈની હત્યા પછી, પૂજા પાલના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર, ખાસ કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તરફ ઝુકાવ વધ્યો હતો.
વિધાનસભામાં ચર્ચા દરમિયાન પૂજાએ કહ્યું, “બધા જાણે છે કે મારા પતિની હત્યા કેવી રીતે થઈ અને કોણે કરી. હું મુખ્યમંત્રીનો આભાર માનવા માંગુ છું, જેમણે મારી વાત સાંભળી, જે કોઈએ સાંભળી ન હતી.” સપા ધારાસભ્યએ કહ્યું, “આખું રાજ્ય મુખ્યમંત્રી તરફ વિશ્વાસથી જાઈ રહ્યું છે.” પૂજાએ કહ્યું, “પ્રયાગરાજમાં ઘણા શોકગ્રસ્ત પરિવારો છે જેમને મુખ્યમંત્રી આદિત્યનાથના નેતૃત્વમાં ન્યાય મળ્યો છે. અસંખ્ય મહિલાઓએ તેમના પતિ ગુમાવ્યા છે, અસંખ્ય માતાઓએ તેમના પુત્રો ગુમાવ્યા છે. હું મુખ્યમંત્રીનો આભાર માનું છું જેમણે અતિક અહેમદ જેવા ગુનેગારો અને માફિયાઓનો નાશ કર્યો.”