અક્ષય ખન્નાએ ‘ધૂરંધર’માં રહેમાન ડાકુની ભૂમિકા ભજવીને બધાનું દિલ જીતી લીધું હતું. ‘ધૂરંધર’ પછી, તે હવે દક્ષિણની ફિલ્મ ‘મહાકાલી’માં જાવા મળશે. ૨૮ માર્ચે અક્ષય ખન્નાના જન્મદિવસ નિમિત્તે, ફિલ્મ નિર્માતા પ્રશાંત વર્માએ ફિલ્મ ‘મહાકાલી’ના સેટ પરથી એક ખાસ ફોટો શેર કર્યો. આ ફોટામાં, અક્ષય ખન્ના શુક્રાચાર્ય તરીકે જાવા મળી રહ્યા છે.
પ્રશાંત વર્માએ અક્ષયને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા લખ્યું, “જન્મદિવસની શુભકામનાઓ, અક્ષય ખન્ના સર. તમે એક સાચા અભિનેતા છો. તમે સાબિત કર્યું છે કે વાસ્તવિક પ્રતિભાને ધામધૂમથી જરૂર નથી. તમારી સહજ હાજરી અને શક્તિશાળી અભિનય હંમેશા અલગ દેખાય છે. તમારી સાથે કામ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ટૂંક સમયમાં અમે દર્શકોને બતાવીશું કે અમે સાથે મળીને શું બનાવ્યું છે.”
જન્મદિવસની શુભેચ્છા ઈંઅક્ષય ખન્ના સર, એક સાચા અભિનેતા જે સાબિત કરે છે કે વાસ્તવિક પ્રતિભાને અવાજની જરૂર નથી. સહેલાઈથી સ્ક્રીન પર હાજરી, શક્તિશાળી પ્રદર્શન અને અજાડ વર્ગ હંમેશા અલગ તરી આવે છે ????
‘મહાકાલી’માં અક્ષય ખન્ના હિન્દુ પૌરાણિક કથાઓના પ્રખ્યાત રાક્ષસ ગુરુ શુક્રાચાર્યની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મનું નિર્દેશન પૂજા કોલ્લુરુ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સનો ભાગ છે, જ્યાં અગાઉ ૨૦૨૪ માં ‘હનુમાન’ રિલીઝ થઈ હતી. ‘જય હનુમાન’ અને ‘અધીરા’ જેવી ફિલ્મો પણ પાઇપલાઇનમાં છે. તેલુગુ સિનેમામાં અક્ષય ખન્નાની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં ભૂમિ શેટ્ટી મહિલા સુપરહીરો તરીકે છે. ‘મહાકાલી’ ૧૫ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અક્ષય ખન્ના સિદ્ધાર્થ પી. મલ્હોત્રાની ફિલ્મ “ઇક્કા”માં પણ જાવા મળશે. અક્ષય મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં સની દેઓલ, દિયા મિર્ઝા, તિલોત્તમા શોમ અને સંજીદા શેખ પણ છે. આ ફિલ્મ સીધી નેટÂફ્લક્સ પર રિલીઝ થશે.