અઠવાડિયા પહેલા અમરેલી ખાતે આવેલ ટ્રેનિંગ સેન્ટરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં એક ટ્રેઈની પાયલોટનું મૃત્યુ થયું હતું. જેની તપાસ અર્થે મુંબઈ, દિલ્હી અને અમદાવાદથી આવેલ સભ્યોની ટીમે તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ તપાસ ટીમ દ્વારા ફરી વખત ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માટે અકસ્માત થયેલ એજન્સી સિવાયની બે એજન્સીઓને એનઓસી આપવામાં આવી હતી. જેનાં કારણે અમરેલી ખાતે સવારથી જ ટ્રેનિંગ સેન્ટરનાં વિમાનોએ ફરી એક વખત આકાશમાં ઉડાન ભરી હતી અને રાબેતા મુજબ ટ્રેનિંગ સેન્ટર શરૂ થયું હતું.