અંબુજા ફાઉન્ડેશન, અંબુજા સિમેન્ટ, એસોસિએશન ઓફ બ્રેસ્ટ સર્જરી યુકે-ઈન્ડિયા, જિલ્લા આરોગ્ય વિભાગ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ તાલીમ અને ફ્રી બ્રેસ્ટ કેન્સર નિદાન કેમ્પનું આયોજન ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન નીલેશ જાજડિયા, રેન્જ આઇજીના હસ્તે કરવામાં આવેલ. આ ત્રિ દિવસીય વર્કશોપમાં વિશ્વના કેન્સર નિષ્ણાત સર્જનો દ્વારા ડાક્ટર તેમજ મેડિકલ સ્ટાફને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો અને સારવાર તેમજ પ્રિવેન્શન સંબધિત તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ૧ દિવસ ફ્રી બ્રેસ્ટ કેન્સર તપાસ કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આજના સમયમાં વધતાં જતાં બ્રેસ્ટ કેન્સરના કેસ અને તેના પ્રત્યેની જાગૃતિ વધારવાનો છે. આ કાર્યક્રમમાં જિલ્લાના PHC અને CHC તેમજ ખાનગી હોસ્પિટલના ડાક્ટરો સહભાગી થઈ માર્ગદર્શન મેળવશે. આ કાર્યક્રમમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમજ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના નિષ્ણાત દ્વારા વિષય ઉપર વિશેષ છણાવટ કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે.









































