યાત્રાધામ અંબાજી ખાતે ૧ તારીખથી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત પહેલા જ તંત્ર તડામાર તૈયારીમાં લાગી ચુક્્યું છે. અંબાજી ખાતે આવનાર ભક્તોને કોઇ મુશ્કેલી ન થાય તે માટે તમામ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન માટે આવનારા દરેક ભક્તો માટે વીમો લેવામાં આવ્યો છે. આ વીમો અંબાજી આવતા ભક્તોને કોઈ પણ જાતની તકલીફ પડે અકસ્માત થાય કે જાન હાનિ થાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટે ઉતરાવ્યો છે. આ વીમાનું પ્રીમિયમ ૧૦ કરોડ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે લેવામાં આવેલ વીમાની અંદર મંદિરની ૨૦ કિલોમીટરનું અંતર જ આવરવામાં આવ્યું હતું.જા કે આ વર્ષે આ વીમો સંપૂર્ણ ગુજરાત સહીત રાજસ્થાનમાં પણ અંબાજીની હદથી ૫૦ કિલોમીટર સુધી માન્ય ગણાશે એટલે કે અંબાજી માટે ગુજરાતમાથી નીકળેલો કોઈ પણ યાંત્રિક આ વીમા અંતર્ગત કવર થશે. વીમાની શરતો મુજબ અંબાજી આવતા યાત્રિકોને કઈ પણ જાન હાની થાય અકસ્માત થાય તો વીમો કલેમ કરવા કોર્ટમાં અરજી કરવાની રહશે અને કોર્ટ વિમાં કંપની ને જરૂરી રકમ ચૂકવવા આદેશ કરશે.વીમા બાદ અંબાજીમાં નવીન પા‹કગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં યાત્રિકો ઘરે બેઠા પોતાનું પા‹કગ સ્પોટ નક્કી કરી શકશે. આ સુવિધા ઓનલાઇન અંબાજી મંદિરની વેબસાઈટ પરથી ઓપરેટ કરી શકશે. જેમાં અંબાજી મેળા દરમ્યાન બનાવવામાં આવેલ પાર્કિંગનું લિસ્ટ વેબસાઈટ પર હશે. જેને સિલેક્ટ કરીને જે પાર્કિંગ નજીક પડે તેમાં યાંત્રિક પોતાની જાતે જ સ્પોટ નક્કી કરીને પોતાનો પાસ મેળવી શકશે.બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં આગામી યોજાનારા મહામેળામાં શ્રદ્ધાળુઓની ભાદરવી લાખો પરિવહન વ્યવસ્થા માટે એસ ટી વિભાગ દ્વારા આગવું આયોજન હાથ ધર્યું છે. જ્યાં ૧૩૦૦ એસટી બસો મૂકવામાં આવશે. જેમાં ચાર હજાર જેટલા એસટી કર્મચારીઓ અને અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તૈનાત રહેશે.યાત્રાધામ અંબાજીમાં સપ્ટેમ્બરથી આગામી ૧ યોજાનારા ભાદરવી મહાકુંભમાં માઈભક્તોને અંબાજી ધામ સુધી સુખરૂપ પહોંચી શકે તે માટે અંબાજીથી કામાક્ષી મંદિર અને અંબાજીથી પાન્સા સુધી ૨૦-૨૦ મીની બસો દ્વારા ભક્તોને નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવશે. જ્યારે દાંતાથી અંબાજી સુધી પણ ૧૦મીની બસો દ્વારા યાત્રિકોની પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અંબાજી આસપાસનો ઘાટી વિસ્તાર જાતા આકસ્મિક સંજાગો માટે ક્રેઈનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એ સાથે એસ ટી વિભાગ દ્વારા પ્રતિદિન એક હજાર જેટલા એસટી કર્મચારીઓ અને મિકેનિક સ્ટાફ માટે પણ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.લાખો માઈ ભક્તો માતા અંબાના દર્શનાર્થે આવશે. ત્યારે માઈ ભક્તોને મા અંબાના દર્શન કરી પોતાના નિર્ધારિત સ્થાને પરત મૂકવા માટે એસટી વિભાગ દ્વારા પણ મુસાફરોની પરિવહન વ્યવસ્થા માટે આગવું અને સુચારૂં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંબાજી, ડીસા, પાલનપુર અને સિદ્ધપુર ડેપોની ૩૬૫ મોટી બસો અને ૪૦ મીની બસો જ્યારે અમદાવાદ, મહેસાણા અને હિંમતનગર ડિવિઝનની ૯૦૦ મળી કુલ ૧૩૦૦ એસટી બસો દ્વારા સમગ્ર મેળાની પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે.