ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘જૂના શિક્ષક ભરતી ૨૦૨૪’ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજયના શિક્ષકોએ ફેરબદલી માંગી મોટાભાગે પોતાના વતનમાં શિક્ષક તરીકે પસંદગીની શાળામાં ગયા છે. રાજય સરકાર દ્વારા જુના શિક્ષકોની ફેરબદલીનો કેમ્પ જાહેર કરતા જ અન્ય જિલ્લામાંથી આવેલા શિક્ષકોએ પોતાનો પસંદગીનો જિલ્લો પસંદ કરી જે તે શાળામાંથી છુટ્ટા પણ થઈ ગયા છે. આવી Âસ્થતિમાં અમરેલી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની હાલત કફોડી બને તેવી સંભાવના છે. અમરેલી શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાની માધ્યમિક શાળામાંથી ૩૮ શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી પ૪ શિક્ષકોની બદલી થઈ ગઈ છે. એટલે કે, ૯ર શિક્ષકોની બદલી સામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં માત્ર ૧૩ શિક્ષકો જ અમરેલી જિલ્લાની શાળાઓમાં આવ્યા છે. એટલે શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડવાની આશંકા વાલીઓ વ્યકત કરી રહ્યાં છે. જા કે રાજય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. નવા સત્ર ખુલતાની સાથે જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યાં શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવું વાલીઓ ઈચ્છી રહ્યાં છે.