લીલીયાના સનાળીયા ગામના યુવક સાથે ૮ મહિના પહેલા છોકરી બાબતે થયેલી બોલાચાલી મુદ્દે હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે હાલ સુરતના નાના વરાછામાં રહેતા મૂળ ગોપાલભાઈ કાંતિભાઈ પીપળીયા (ઉ.વ.૨૨)એ ભરતભાઇ મગનભાઇ ઢીમેચા, યુવરાજભાઇ ભરતભાઇ ઢીમેચા, જતીનભાઇ ભરતભાઇ ઢીમેચા તથા વિલાસબેન ભરતભાઇ ઢીમેચા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની સાથે યુવરાજભાઈ ભરતભાઈ ઢીમેચાને ૮ મહિના પહેલા છોકરી બાબતે સામાન્ય બોલા-ચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી આરોપીઓ એકસંપ થઈ તેમને માર મારવા લાકડી તથા પાઇપ જેવા હથિયારો લઇ આવ્યા હતા. બળતણના ધોકા તથા લોખંડના પાઇપ વડે આડેધડ મુંઢમાર માર્યો હતો. તમામ આરોપીઓએ તેને ગાળો આપી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સી.બી. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.