પંજોબી ગાયક સિદ્ધુ મુસેવાલાને ગોળી મારવામાં આવી ત્યાં પહોંચીને સંપૂર્ણ તપાસ કરી હતી. ઘટનાના સાક્ષી પ્રિન્સ સાથે પણ મુલાકાત કરી હતી. પ્રિન્સે જણાવ્યું કે, ઘટના સાંજે ૫થી ૫.૩૦ દરમિયાન થઈ હતી. માત્ર ૨ મિનિટમાં જ મુસેવાલાને ૩૦ ગોળીઓ મારવામાં આવી હતી. આરોપીઓ માત્ર ૨ મિનિટ જ રોકાયા હતા.
બે ગાડીઓ આવી, એખ બોલેરો હતી અને બીજી લાંબી કાર હતી. બંને ગાડીઓએ મુસેવાલાની થારને ઓવરટેક કરી. મુસેવાલાએ જેમ-તેમ કરીને તેની કાર સંભાળી ત્યાં જ કારમાંથી ૭ યુવક ઉતર્યા અને તાબડતોડ ફાયરિંગ કરવા લાગ્યા. ફાયરિંગ કરવા ૧થી ૨ મિનિટ ઘટના સ્થળે રોકાયા અને પછી ત્યાંથી તુરંત ફરાર થઈ ગયા હતા.
પ્રિન્સે જણાવ્યું કે, પહેલી ગોળી મુસેવાલાની થારના પાછળના ટાયરમાં મારવામાં આવી હતી. તેના કારણે ગાડીનું બેલેન્સ ખરાબ થઈ ગયું હતું. એટીલાવરમાં આરોપીઓએ ઓવરટેક કરીને ગાડીમાંથી ઉતરીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. મુસેવાલા અને તેમના મિત્રોને એલર્ટ થવાનો પણ સમય ના મળ્યો. ગોળીઓનો અવાજ સાંભળીને ઘણાં લોકો ઘરમાંથી બહાર આવી ગયા. પરંતુ હુમલાખોરએ તેમને ધમકાવતા તેઓ ફરી તેમના ઘરમાં પાછા ઘુસી ગયા.
સાક્ષી પ્રિન્સે જણાવ્યું કે, હુમલાખોરો એ રીતે ગોળીબાર કરતા હતા જોણે તેઓ નક્કી કરીને જ આવ્યા હતા કે મુસેવાલાની હત્યા કરી જ દેવુ છે. હુમલાખોરોએ અંદાજે ૩૦ ફાયર કર્યા. પ્રિન્સના જણાવ્યા પ્રમાણે તેણે અને તેના મિત્રએ ઘટના સ્થળેથી ગોળીઓના ખોખા શોધવામાં પોલીસની મદદ કરી હતી.
ગામ જવાહરની તે ગલીમાં દિવાલો પર અત્યારે પણ મુસાવાલનું લોહી ફેલાયેલું છે અને ગોળીઓના નિશાન છે. ગામની કોઈ વ્યક્તિએ ઘાયલ મુસાવાલાને હોસ્પિટલ લઈ જવાનો પ્રયત્ન ના કર્યો. કોઈ ઘરની બહાર ના આવ્યું. એક અજોણ્યો વ્યક્તિ તેની બાઈક પર મુસેવાલાને લઈને હોસ્પિટલ પહોંચ્યો. ત્યા ડોક્ટર્સે તેને મૃત જોહેર કર્યો હતો.
સાક્ષી પ્રિન્સના જમાવ્યા પ્રામણે આખી દુનિયાને ખબર પડી ગઈ કે મુસેવાલાની હત્યા થઈ ગઈ છે. ત્યારપછી માનસા પોલીસ ઘટના સ્થળે પહોંચી. ઘટનાના અંદાજે ૧ કલાક પછી પોલીસ આવી હતી. પ્રિન્સનું કહેવું છે કે, જો પોલીસ તુરંત એક્ટિવ થઈ ગઈ હોત તો કદાચ આરોપીઓ માનસા બહાર ના જઈ શક્યા હોત.
પ્રિન્સે જણાવ્યું કે, એક યુવકે ચેક્સ શર્ટ પહેરેલો હતો. તેની પાસે છદ્ભ ૪૭ હતી. તે જ યુવકે મુસેવાલા પર ગોળીઓ ચલાવી હતી. બાકી ૬ યુવકોએ તેની આજુ બાજુ ગોળીઓ ચલાવીને તે ગાડીની બહાર ના નીકળી શકે અને ડર ઉભો થાય તેવું કર્યું હતું. એક યુવકે ઘટના સ્થળે પર વીડિયો બનાવવાનો પ્રયત્ન કર્યો તો તેના ઉપર પણ ગોળી ચલાવવામાં આવી હતી. ડરીને તે યુવક ત્યાંથી ભાગી ગયો હતો.
દરમિયાન હવે મુસેવાલાના પિતા બલકૌર સિંહે મુખ્યમંત્રી ભગવંત માનને હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરાવવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે પંજોબ સરકારે સેન્ટ્રલ બ્યુરો આૅફ ઈન્વેસ્ટીગેશન અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને પણ તપાસમાં સામેલ કરવી જોઈએ.
મુસેવાલાની હત્યાને ગેંગવોર સાથે જોડવા બદલ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પાસેથી જોહેરમાં માફી માંગવાની પણ માંગ કરી હતી. જણાવી દઈએ કે મુસેવાલાના પરિવારજનો મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર નથી. મુખ્ય પ્રધાન ભગવંત માનને લખેલા પત્રમાં, બલકૌર સિંહે આ ઘટના માટે આમ આદમી પાર્ટી સરકારની કથિત અસમર્થતાને જવાબદાર ઠેરવી હતી.
સિંહે પત્રમાં લખ્યું છે કે શુભદીપની માતા મને પૂછી રહી છે કે તેનો પુત્ર ક્યાં છે અને તે ક્યારે પાછો આવશે. હું શું જવાબ આપું? મને આશા છે કે ન્યાય મળશે. તેમણે કહ્યું કે જે અધિકારીઓએ તેમના પુત્રની સુરક્ષાની સમીક્ષા કરી અને સુરક્ષા પાછી ખેંચવાનો આદેશ જોહેર કર્યો તેઓને જવાબદાર ઠેરવવા જોઈએ.
આ મામલે પંજોબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે તેમની સરકાર પંજોબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની તપાસ સીટિંગ જજ દ્વારા કરાવવાની વિનંતી કરશે. રાજ્ય સરકાર આ જઘન્ય અપરાધના ગુનેગારોને ન્યાયાલયમાં લાવવામાં કોઈ કસર છોડશે નહીં.મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર આ તપાસ પંચમાં એનઆઇએજેવી કેન્દ્રીય એજન્સીને સંપૂર્ણ સહકાર આપશે. સુરક્ષામાં ખામી અને જવાબદારીના પાસાઓ પર ઉચ્ચ સ્તરે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.દરમિયાન હવે મુસેવાલાના પિતા બલકૌર સિંહે મુખ્યમંત્રી ભગવંત માનને હાઈકોર્ટના સીટીંગ જજ દ્વારા તપાસ કરાવવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે પંજોબ સરકારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટીગેશન અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને પણ તપાસમાં સામેલ કરવી જોઈએ. મુસેવાલાની હત્યાને ગેંગવોર સાથે જોડવા બદલ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પાસેથી જોહેરમાં માફી માંગવાની પણ માંગ કરી હતી.