કોલકાતાના ઇડનગાર્ડન ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-ર૦ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને ૭૩ રને હરાવીને સિરીઝમાં ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. આજે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં ર૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૪ રન બનાવ્યાં હતાં. જેમાં રોહિત શર્માએ પ૬ રન, ઇશાન કિશને ર૯ રન, શ્રેયસ અય્યરે રપ, વેંકટેશ આયરે ર૦ રન તથા દિપક ચહરે ર૧ રન બનાવ્યાં હતાં. ન્યુઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે ૩, ટ્રેન્ટ બોલ્ટ, એડમ મિલને, લોકી ફર્ગ્યુસન, ઇશ સોઢીએ એક – એક વિકેટ ઝડપી હતી. ૧૮પ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ન્યુઝીલેન્ડે ૧૭.૨ ઓવરમાં ઓલઆઉટ ૧૧૧ રન બનાવતાં ૭૩ રને ભારતની જીત થઇ હતી અને સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી માર્ટીન ગપ્ટીલે પ૧ રન બનાવ્યાં હતાં. ભારત તરફથી અક્ષર પટેલે ૩, હર્ષલ પટેલે બે, યુઝવેન્દ્ર ચહલ, વેંકટેશ આયરે, દિપક ચાહરે એક – એક વિકેટ ઝડપી હતી.