બોલિવુડના પીઢ અભિનેત્રી અને લોકસભાના સાંસદ કિરણ ખેરે મંગળવારે (૧૪ જૂન) ૭૦મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેઓ દીકરા સિકંદર ખેર સાથે લંચ ડેટ પર ગયા હતા. સોશિયલ મીડિયા પર તેમણે દીકરા સાથેના બર્થ ડે લંચની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. બર્થ ડે પર કિરણ ખેરે વ્હાઈટ કલરનું પ્રિન્ટેડ ટોપ અને ડેનિમ પહેર્યું હતું, આ સાથે તેમણે કાનમાં ડાયમંડની ઈયરરિંગ્સ પહેરી હતી અને ગોગલ્સ ચડાવીને રાખ્યા હતા. કિરણ ખેરે મિનિમલ મેકઅપ કરીને લૂકને પૂરો કર્યો હતો. તો બીજી તરફ સિકંદર ખેરે પેસ્ટલ ગ્રીન શર્ટ અને ડેનિમ પહેર્યું હતું. તસવીરોમાં તેણે મા કિરણ ખેરના ખભા પર હાથ વીંટાળીને રાખ્યા છે. કેમેરા સામે જોઈને તેઓ સ્માઈલ કરી રહ્યા છે. એક ફોટોમાં કિરણ ખેરે પાઉટ પણ કર્યું છે. તસવીરોના કેપ્શનમાં કિરણ ખેરે લખ્યું હતું ‘મારા બર્થ ડે પર મારા દીકરા @sikandarkher સાથે લંચ લીધું. તમારા બધાની શુભેચ્છાઓ અને આશીર્વાદ માટે આપ તમામનો આભાર. પ્રેમ અને હૂંફ’. ગુલ પનાગ સહિતના કેટલાક સેલેબ્સ અને ફેન્સે પોસ્ટ પર કોમેન્ટ કરીને કિરણ ખેરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કિરણ ખેરના બર્થ ડે પર સિકંદર ખેરે વિશ કરતાં મા-દીકરા વચ્ચેનો પ્રેમ દર્શાવતી તસવીર શેર કરી છે. આ તસવીરમાં કિરણ ખેરને દીકરાના ખોળામાં બેઠેલા જોઈ શકાય છે. બેકગ્રાઉન્ડમાં પરિવારના સભ્યોની થ્રોબેક તસવીરો છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે મા. અનુપમ ખેરે પત્ની સાથેની કેટલીક થ્રોબેક તસવીરો શેર કરી હતી. તેમણે લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે વ્હાલી કિરણ! ભગવાન તને દુનિયાની તમામ ખુશીઓ આપે. તું લાંબુ, હેલ્ધી અને શાંતિભર્યું જીવન જીવે. તારું જીવન હાસ્યથી ભરેલું રહે. તું ભગવાનની ખાસ વ્યક્તિ છે. તું વર્ષો સુધી ચંડીગઢના લોકોની સેવા કરતી રહે. @sikandarkher જલ્દીથી પરણી જોય. હંમેશા પ્રેમ અને પ્રાર્થના. વર્ષ ૨૦૨૧માં કિરણ ખેરને મલ્ટીપલ માયલોમા, જે બ્લડ કેન્સરનો એક પ્રકાર છે, તે હોવાનું નિદાન થયું હતું. તેમાંથી રિકવર થયા બાદ તેઓ શિલ્પા શેટ્ટી, બાદશાહ અને મનોજ મુંતશીર સાથે રિયાલિટી શો ઇંડિયાન્સ ગોટ ટેલેન્ટ’ જજ કરતાં જોવા મળ્યા હતા.