હાલ આઈપીઓની સિઝન ચાલી રહી છે. આવતા અઠવાડિયે વધુ એક આઈપીઓ ભરણા માટે ખુલી રહ્યો છે. રેટગેન આઈપીઓ રોકાણકારો માટે સાતમી ડિસેમ્બરના રોજ ખુલશે. આઈપીઓ ૯મી ડિસેમ્બરના રોજ બંધ થશે. રેટગેન આ આઈપીઓ મારફતે ૧૩૩૫.૭૪ કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના ધરાવે છે. રેટગેન એક સાફ્ટવેર સર્વિસ પ્રોવાઈડર કંપની છે, જે ખાસ કરીને ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં સેવા આપે છે. આઈપીઓ મારફતે કંપની ૩૭૫ કરોડ રૂપિયાના નવા શેર જોહેર કરશે, જ્યારે ૯૬૦.૭૪ કરોડ રૂપિયાના શેર આૅફર ફાર સેલ માટે હશે. આઈપીઓ અંગે વધુ વિગત જોણીએ.
આઈપીઓ પર નજર રાખતા લોકોના કહેવા પ્રમાણે રેટગેનનો શેર આજે ગ્રે માર્કેટમાં ૧૪૦ રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. એક દિવસ પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ ૧૧૫ રૂપિયા હતું. એટલે કે એક દિવસમાં ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ૨૫ રૂપિયાનો વધારો થયો છે. બજોર નિષ્ણાતોનું કહેવું છે કે ૮૫ રૂપિયા સાથે રેનગેટના શેરનું ગ્રે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. જે હાલ ૧૪૦ રૂપિાયા ચાલી રહ્યું છે. એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત વધારો થઈ રહ્યો છે.
રેનગેટ કંપની તરફથી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ૪૦૫-૪૨૫ રૂપિયા પ્રતિ ઇક્ટિવિટી શેર નક્કી કરવામાં આવી છે. રેનગેટ આઈપીઓમાં રોકાણકાર વધુમાં વધુ ૧૩ લોટ માટે બીડ કરી શકશે. એક લોટમાં ૩૫ શેર સામેલ છે. ૯મી ડિસેમ્બરે આઈપીઓ ભરણા માટે બંધ થયા બાદ ૧૪મી ડિસેમ્બરના રોજ શેરની ફાળવણી કરવામાં આવી શકે છે.રોકાણકારે ઓછામાં ઓછી એક લોટ સાઇઝ માટે અરજી કરી શકશે. એટલે કે રેટગેન આઈપીઓ માટે ઓછામાં ઓછું ૧૪,૮૭૫ ( ૪૨૫ ટ ૩૫) રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ ૧,૯૩,૩૭૫ ( ૪૨૫ ૩૫) ટ ૧૩ ૠ રૂપિયા માટે રોકાણ કરી શકાશે. રેનગેટના આઈપીઓની ૧૭મી ડિસેમ્બરના રોજ એનએસઇ અને બીએસઇ પર લિસ્ટિંગ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે.