દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યાર સુધીમાં સૌથી મોટો વધારો આવ્યો છે. જેના કારણે સતત વધી રહેલી મોંઘવારીથી જનતાના હાલ બેહાલ થઈ રહ્યા છે. રાજકીય પાર્ટીઓના નેતા વધેલા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું છે. જેમાં કહેવાયુ છે કે, છેલ્લા ૬ વર્ષોમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ૨૫૦ ટકા વધારી દીધી છે.
પ્રિયંકા ગાંધીએ આ ટ્વિટમાં લખ્યું છે કે, મોંઘવારીનો માર, કેન્દ્ર સરકારે ૨૦૧૪-૧૫થી ૨૦૨૦-૨૧ની વચ્ચે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વસૂલી ૨૫૦ ટકા સુધી વધારી દીધો છે. ૨૦૧૪માં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી ફક્ત ૯.૪૮ રૂપિયા હતી, જ્યારે ડીઝલ પર ફક્ત ૩.૫૬ રૂપિયા વસૂલવામાં આવતી હતી.
તેની સાથે એક ગ્રાફિક્સ પણ શેર કર્યો છે. જેમાં બતાવામા આવ્યું છે કે, ૨૦૧૪માં પેટ્રોલ પર ફક્ત ૯.૪૮ રૂપિયા અને ડીઝલ પર ૩.૫૬ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આતી હતી, પણ ૨૦૧૫માં તે વધીને પેટ્રોલ પર ૧૯.૩૬ રૂપિયા અને ડીઝલ પર ૧૧.૮૩ રૂપિયા થઈ ગઈ છે. તો વળી મહામારી દરમિયાન એક્સાઈઝ ડ્યૂટી પેટ્રોલ ૩૨.૯૦ રૂપિયા અને ડીઝલ પર ૩૧.૮૦ રૂપિયા થઈ ગઈ હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી નવેમ્બર ૨૦૨૧માં એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા છતાં પણ પેટ્રોલ પર ૨૭.૯૦ રૂપિયા અને ડીઝલ પર ૨૧.૮૦ રૂપિયા વસૂલવામાં આવે છે.
મોંઘવારી પર પોતાનો વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસના સેવા દળ તરફથી ઈંદૌરમાં મોંઘવારી મેરથોનનું આયોજન કરીને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ નેતા તરફથી કહેવામાં આવ્યું છે , આ મેરેથોન વિજેતાઓને ઈનામમાં પેટ્રોલ, સોયાબીન ઓયલ અને લીંબૂ આપવામાં આવશે.
મે મહિનાના પ્રથમ દિવસે જ મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. સરકારી ઓયલ માર્કેટિંગ કંપનીઓએ ૧ મેથી એલપીજી ગેસ સિલેન્ડડરના ભાવમાં ૧૦૪ રૂપિયા પ્રતિ સિલેન્ડે વધારો ઝીકી દીધો છે. આ વધારો ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરમાં નથી થયો, પણ કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં થયો છે. ઘરેલૂ ગેસ સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવે ૧૯ કિલોગ્રામનો કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવ વધીને ૨૩૫૫ રૂપિયા થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે, ગત મહિને ૧ એપ્રિલે કોમર્શિયલ સિલેન્ડરના ભાવ ૨૬૮.૫૦ રૂપિયા વધ્યા હતા.