વર્ષ ૨૦૨૨ હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમત મળ્યો છે. જોકે ૬૮ સદસ્યો ધરાવતી પ્રદેશની આ વિધાનસભામાં માત્ર એક જ મહિલા ધારાસભ્ય હશે.
હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીમાંથી કુલ ૨૪ મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી, જોકે ભાજપના મહિલા ઉમેદવાર – રીના કશ્યપ વિજયી થતાં તેઓ ધારાસભ્ય તરીકે વિધાનસભામાં બેસશે. આમ આદમી પાર્ટી દ્વારા ૬, ભાજપે ૫ અને કોંગ્રેસે ત્રણ મહિલા ઉમેદવારોને ટિકિટ આ પી હતી.
રીના કશ્યમે વર્ષ ૨૦૨૧માં યોજોયેલી પેટા ચૂંટણીમાં પણ વિજય મેળવ્યો હતો અને વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં પણ પોતાની જીતને જોળવી રાખી છે. વર્ષ ૨૦૧૭માં ૪ મહિલા ઉમેદવાર ધારાસભ્ય તરીકે વિજયી થયા હતા. રાજ્યમાં ૪૯ ટકા મતદારો મહિલાઓ છે.
વર્ષ ૨૦૧૭ હિમાચ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આશા કુમારી, સરવિન ચૌધરી, રિતા ધીમન અને કમલેશ કુમારી ધારાસભ્ય તરીકે વિજયી થયા હતા, જોકે રીના કશ્યપે ૨૦૨૧ની પેટા-ચૂંટણીમાં વિજય મેળવ્યું હતું.