સાવરકુંડલાના મીતીયાળા ગામના એક યુવકે પાંચ વર્ષ પહેલાં કરેલી મારામારીનો ખાર રાખી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મીતીયાળા ગામના વસીમભાઈ મહંમદભાઈ રાઠોડ (ઉ.વ.૩૪)એ દીલાવરભાઇ યુનુસભાઇ જાદવ, આદીલ મહેબુબભાઇ જાદવ, અલ્તાફ સલીમભાઇ ચૌહાણ, રેહાન મહેબુબભાઇ જાદવ તથા એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, દીલાવરભાઇ યુનુસભાઇ જાદવના પિતાની સાથે આશરે પાંચેક વર્ષ પહેલાં તેમને મારામારી થઈ હતી. જેનું મનદુઃખ રાખી તેમને ઢીકાપાટુનો મુંઢમાર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.મુસાર વધુ તપાસ કરી રહ્યા છે.