લોકોએ મેથીપાક ચખાડી કર્યો જેલહવાલે અમરેલીમાં ૫ વર્ષની બાળકી સાથે અડપલા કરી તેની સાથે દુષ્કર્મ આચનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આ ઘટનામાં પોલીસે આરોપી સામે પોક્સો અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે
અમુક ઘટનાઓ એવી ઘટે કે સમાજમાં લાલબત્તી સમાન હોય છે.. તાજેતરમાં અમરેલીમાં જે ઘટના ઘટી તે બાળકીઓની સુરક્ષાને લઇને ચિંતામાં મુકે તેવી છે. .. કાળજુ કંપાવી દેનારી આ ઘટનામાં અમરેલી જિલ્લાના ધારી ખાતે ૫ વર્ષની નાની બાળકી સાથે આધેડ નરાધમે અડપલા કરી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના ધારી ગામે ફ્રૂટની લારી ધરાવતા હિંમત બોસમીયા નામના નરાધમે આ કૃત્ય આચર્યુ હતું. આરોપીએ ગઈકાલે બપોરે ધારીની લોજમાં કામ કરતી મહિલાની ૫ વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યુ હતુ, ૫ વર્ષની કુમળી બાળકી સાથે આ નરાધમ હિંમત બોસમિયાંએ દુષ્કર્મ આચરતા સમગ્ર હકીકતની જાણ થતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને નરાધમને મેથીપાક આપ્યો હતો અને બાદમાં તેને પોલીસને હવાલે કરાયો હતો.