અમરેલી જિલ્લામાંથી પોલીસે ૨૧ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો. જેમાં ૫ મહિલા પણ સામેલ હતી. જિલ્લામાંથી ૧૨ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.
લાઠીમાંથી સુરતના મોટા વરાછામાં રહેતા યુવક પાસેથી વ્હાઇટ લેસ વોડકાની ૩ બોટલ મળી હતી. જ્યારે મોટા સમઢીયાળા ગામેથી પણ એક યુવક પાસેથી દારૂની બોટલ મળી
હતી.