અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા આજે સવારે ૬:૦૦ વાગ્યાથી બાપુનગરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ હતી.જે અંતર્ગત અ.મ્યુ.કો.ની માલિકીની જમીન પર આવેલા “અકબરનગરના છાપરા” તરીકે ઓળખાતા આશરે ૪૫૦ કાચા-પાકા રહેણાક તથા કોમર્શિયલ બિનઅધિકૃત બાંધકામો દબાણો દુર કરાયા હતા.
આ કામગીરીમાં ઉત્તર ઝોનના સાથે પૂર્વ ઝોન, મધ્ય ઝોન, યુ.સી.ડી. વિભાગ, ફાયર વિભાગ, હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ સહિતના કુલ ૮૦૦ કર્મચારીઓની ૪ ટીમો જાડાઈ હતી.
કામગીરી દરમિયાન ૦૫ દબાણ વાન, ૯ હીટાચી મશીન, ૫ જે.સી.બી. મશીન, ૪૦ ડમ્પર ટ્રક, ૨ ફાયર ટેન્ડર વાન અને મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવી હતી.. આ કામગીરી સવારના ૦૯:૦૦ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી અને કુલ ૧૫,૨૦૦ ચો.મી. જમીન દબાણમુક્ત કરવામાં આવી.