જ્યારે મનુષ્યમાં હવસનો રાક્ષસ સવાર થાય છે ત્યારે તે ગમે તે હદે જવા તૈયાર હોય છે. દુનિયામાં કદાચ પહેલો એક કિસ્સો બન્યો છે કે જેમાં કોઈ એક વ્યકિતએ અત્યાર સુધી ૫૦૦૦ થી વધારે મહિલાઓનું યૌન શોષણ કર્યું હોય. કરોડપતિ શખ્સની આ કામલીલા ચાલતી જ રહી હોત પરંતુ તેની જ કંપનીમાં કામ કરતા ૪ કર્મચારીઓએ બોસની કામલીલાની પોલ ખોલ નાખી.
રાજ્ય મોંટાનાના વાઈટફીશમાં રહેતા એક કરોડપતિ શખ્સે તો સેક્સના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. ૫૭ વર્ષીય માઈકલ ગોગુએન નામના એક શખ્સે ૫૦૦૦ મહિલાઓ સાથે સેક્સ માણ્યું છે અને તેણે જે મહિલા સાથે સેક્સ માણ્યું હતું તેની યાદી પણ બનાવી છે. માઈકલ ગોગુએન એક કંપનીનો માલિક છે અને તેની કંપનીમાં કામ કરનાર તમામ મ હિલા સાથે તેમણે સેક્સ માણ્યું છે.
ચાર કર્મચારીઓએ માલિક માઈકલ ગોગુએનની સામે ફરિયાદ દાખલ કરાવી છે. ચાર કર્મચારીઓએ તેમની ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો કે માઈકલે હરમની દેખરેખ માટે અમારી પાસે મદદ માગી હતી. હરમમાં ઘણી પત્નીઓ અને રખૈલને રાખવામાં આવે છે.
પૂર્વ કર્મચારીએ ૧૩૫ પાનાની ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો કે માઈકલે તેની હવસ સંતોષવા ઘણા આલીશાન અને ગુપ્ત ઘરો બનાવ્યાં છે જ્યાં તેણે હજોરો મહિલાઓ સાથે યૌન સંબંધ બનાવ્યાં છે. કર્મચારીઓનો એવો પણ દાવો છે કે માઈકલના ઘરના ભોંયરામાં એક બૂમ બૂમ કમરો પણ છે જેમાં એક સ્ટ્રીપર પોલ છે.
મેથ્યુ માર્શલ નામના ભૂતપૂર્વ કર્મચારીએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ બોસે તેને તેના ભૂતપૂર્વ મિત્ર બ્રાયન નેશની હત્યા કરવા જણાવ્યું હતું. કારણ કે તે તેના વિશે ઘણું જોણતો હતો. જોકે આ પહેલી વાર નથી જ્યારે કોઈ શ્રીમંત વ્યકિત પર જોતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હોય. અગાઉ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ એમ્બર બાપ્ટિસ્ટ, એક વિદેશી નૃત્યાંગના, ૨૦૧૬માં ‘સતત જોતીય શોષણ’ના આરોપો લગાવ્યા હતા.?
આરોપ છે કે માઈકલે હજોરો મહિલાઓને ડ્રગ્સ આપીને તેમનું યૌન શોષણ કર્યું હતું. તાજેતરનો કેસ આ ફેબ્રુઆરીમાં ગોગુએનમાં એમિન્ટર ગ્રુપ એલએલસીના ભૂતપૂર્વ કર્મચારીઓ વતી દાખલ કરવામાં આવ્યો હતો. તે બતાવે છે કે કેવી રીતે પરિણીત ઉદ્યોગપતિએ તેમના કર્મચારીઓ પાસેથી તેમના અફેર્સ છુપાવવા માટે મદદ માંગી હતી. જેથી તે પૂર્વ કર્મચારીઓ અને વિરોધીઓથી છુપાવી શકાય. કોર્ટના કાગળો દ્વારા ઓળખવામાં આવેલી એક મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેના બોસે તેને સિક્કો અને દારૂ આપતા પહેલા ૧૨૦૦ ડોલર આપ્યા હતા અને પછી તેની પર જોતીય હુમલો કર્યો હતો.?