કોંગ્રેસ પક્ષનાં આગેવાન અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીને નાગપુર ખાતે ચૂંટણી રેલી દરમિયાન છાતીમાં દુઃખાવો થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં અને તેમને એન્જીયોપ્લાસ્ટ કરવામાં આવ્યું હતું. તેમના તબિયતનાં સમાચાર મળતાં જ કોંગ્રેસનાં સચિવ અનંત પટેલ સહિતનાં આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. પરેશભાઈનાં લઘુબંધુ શરદભાઈનાં જણાવ્યાં મુજબ છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ જવાયા હતા અને હાલમાં તેઓની તબિયત એકદમ સારી છે.