અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. બંગાળ રાજ્યમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા સ્થાનિક ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. ધારાસભ્ય હીરા સોલંકીના નેતૃત્વ હેઠળ શહીદ ચોક ખાતે કાર્યકરો અને આગેવાનો દ્વારા ભવ્ય ઉજવણી યોજાઈ હતી. ફટાકડા ફોડી અને “જય શ્રી રામ”ના નારા સાથે જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.









































