દેશમાં પજી વાયરલેસ નેટવર્ક પર સવાલો ઉઠાવનાર અભિનેત્રી જુહી ચાવલાએ ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેણે સિંગલ બેંચના નિર્ણયને ડબલ બેંચમાં પડકાર્યો છે. જૂહી ચાવલાની અરજી પર સુનાવણી થશે,આ મામલે અગાઉ હાઇકોર્ટમાં ૫જી મામલે અરજી કરી હતી આ મામલે હાઇકોર્ટની સિંગલ બેંચે તેમની અરજીને ફગાવી હતી અને ૨૦ લાખનો દંડ પણ ફટકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિશ્વભરની ટેલિકોમ કંપનીઓ આગામી કેટલાક વર્ષોમાં ૫જી નેટવર્ક શરૂ કરવા જઈ રહી છે. એ અલગ વાત છે કે તેની રજૂઆત પહેલા જ આ ટેક્નોલોજી વિવાદોમાં ઘેરાયેલી છે. અભિનેત્રી અને પર્યાવરણવાદી જુહી ચાવલાએ દેશમાં ૫જી વાયરલેસ નેટવર્કના અમલીકરણ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. પોતાની અરજીમાં તેમણે નાગરિકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસરનો મુદ્દો ઉઠાવ્યો છે.પોતાની અરજીમાં જૂહીએ નાગરિકો, પ્રાણીઓ, છોડ અને પ્રાણીઓ પર રેડિયેશનની અસરને લગતા મુદ્દા ઉઠાવ્યા છે. આ મામલો જસ્ટિસ સી હરિશંકર સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. તેણે ૨ જૂને સુનાવણી માટે આ મામલો બીજી બેન્ચને ટ્રાન્સફર કર્યો હતો.
ટેલિકોમ મંત્રાલયે કહ્યું કે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ (એસઇઆરબી) દ્વારા ૨જી, ૩જી, ૪જી,૫જી સેલ્યુલર ટેક્નોલોજીની મનુષ્યો, પ્રાણીઓ, છોડ વગેરે પરની અસર અંગે ખાસ કરીને કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી.