પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતનું કરાચીમાં મોત થયું છે. પાકિસ્તાની મીડિયા દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આમિર લિયાકતનો મૃતદેહ તેમના કરાચી સ્થિત ઘરમાંથી મળ્યો છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું મોત હશે. આમિર લિયાકત તાજેતરમાં જ ત્રીજા લગ્ન અને તેમના તલાક કારણે ચર્ચામાં હતા.
આમિર લિયાકતની ઉંમર માત્ર ૪૯ વર્ષ હતી. તેમનો જન્મ ૧૯૭૨માં કરાચીમાં થયો હતો. આમિર લિયાકતના ત્રણ નિકાહ થયા છે. ત્રીજી પત્ની તૌબા અનવર સાથે તેના લગ્ન ૨૦૧૮માં થયા હતા. તેની સાથે ડિવોર્સ પછી તેણે ૨૦૨૨માં તેનાથી ૩૧ વર્ષ નાની દાનિયા શાહ સાથે નિકાહ થયા હતા. જાકે નિકાહના છોડા જ મહિનાઓમાં ૧૮ વર્ષની દાનિયાએ તેની પાસેથી તલાક માંગ્યા હતા.
જીયો ન્યૂઝને નોકરે જણાવ્યું કે, આમિર લિયાકતની તબિયત બુધવાર રાતથી જ ખરાબ હતી પરંતુ તેમણે હોસ્પિટલ જવાની ના પાડી હતી. ત્યારપછી તેઓ પીડાના કારણે ખૂબ બૂમો પાડવા લાગ્યા તો નોકર ત્યાં પહોંચ્યો હતો. પરંતુ દરવાજા અંદરથી બંધ હતો. દરવાજા બંધ કર્યો તો તેઓ બેભાન પડ્યા હતા. ત્યારપછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આમિર લિયાકત માર્ચ ૨૦૧૮ ઈમરાન ખાનની પાર્ટીમાં સામેલ થયો હતો. ત્યારપછી તેઓ કરાચીથી સાંસદ ચૂંટાયા હતા. જાકે ત્યારપછી તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પીટીઆઈમાં સામેલ થયા પહેલાં તેઓ મુત્તાહિદા કોમી મુવમેન્ટ સ્ઊસ્ના મોટા નેતા હતા. પરંતુ ઓગસ્ટ ૨૦૧૬માં પાર્ટીથી અલગ થયા હતા. તે સમયે તેમણે જાહેરાત કરી કે તેઓ રાજનીતિ છોડી રહ્યા છે. જાકે ત્યારપછી તેઓ ૨૦૧૮માં ઈમરાનની પાર્ટી સાથે જાડાયા હતા અને કરાચીના સાંસદ બન્યા હતા.
લિયાકત મીડિયા ઈન્ડસ્ટ્રી સાથે ઘણાં સમયથી જાડાયેલા હતા. ૨૦૦૧માં તેણે જીયો ટીવી જાઈન કર્યંત હતું. ત્યારપથી તેઓ બોલ ન્યૂઝમાં પણ જાવા મળ્યા હતા. લિયાકત છેલ્લી વાર બોલ હાઉસના કાર્યક્રમમાં જાવા મળ્યા હતા.