મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ૪૫ વર્ષીય મહિલા પર સામૂહિક બળાત્કાર થયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. મહિલા તેના પડોશના એક ઘરમાં બેભાન હાલતમાં મળી આવી હતી, તેના શરીર પર કપડાં નહોતા. ગુપ્તાંગમાંથી લોહી વહી રહ્યું હતું અને શરીરના આંતરિક અવયવો બહાર પડેલા હતા. એવી શંકા છે કે મહિલાના ગુપ્તાંગમાં લાકડાનો કે લોખંડનો સળિયો ઘુસાડવામાં આવ્યો છે. મહિલાની સ્થિતિ અને તેના મૃત્યુ પછી, તેને દિલ્હીની નિર્ભયા ઘટના જેવું માનવામાં આવી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના જિલ્લાના આદિવાસી વિસ્તાર ખાલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે જણાવ્યું કે ૪૫ વર્ષીય બળાત્કાર પીડિતાને બે બાળકો છે. શનિવારે બપોરે લગભગ ૧ વાગ્યાની આસપાસ, તેની પુત્રીએ તેની માતાને તે જ ગામના હરિ પાલવીના ઘરે બેભાન હાલતમાં મળી. માતાની હાલત જોઈને દીકરીએ નજીકના લોકોને બોલાવ્યા. થોડા સમય પછી, જ્યારે મહિલાને ભાન આવ્યું, ત્યારે તેણે કહ્યું કે તેની સાથે કંઈક ખોટું થયું છે. જે બાદ ગ્રામજનોએ પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું મોત થઈ ગયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેના ગુપ્તાંગમાંથી લોહી વહી રહ્યું હતું. તેના પેટના આંતરિક અવયવો બહાર પડેલા હતા. પોલીસને શંકા છે કે તેના ગુપ્તાંગમાં લાકડાનો કે લોખંડનો સળિયો ઘુસાડવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધીને મહિલાના બે પરિચિતોની ધરપકડ કરી છે, જેમના પર ગેંગરેપનો આરોપ છે. બંને આરોપીઓ, હરિ પાલવી અને સુનીલ ધુર્વે, મહિલાના ગામના જ છે અને તેને સારી રીતે ઓળખતા હતા. ગેંગરેપ બાદ આરોપી મહિલાને લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો. ગેંગરેપ પછી, મહિલા ગંભીર હાલતમાં જમીન પર પડી રહી અને થોડા સમય પછી તેનું મૃત્યુ થયું.

અહીં, મહિલાના મૃતદેહને ખાલવા હોસ્પિટલથી ખંડવા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે, જ્યાં મેડિકલ કોલેજના ફોરેન્સીક વિભાગના નિષ્ણાતોની દેખરેખ હેઠળ આજે રવિવારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે કસ્ટડીમાં લેવામાં આવેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલો ટૂંક સમયમાં ખુલશે.