૪૫ ડિગ્રી તાપમાનમાં દામનગર નગરપાલિકાના કર્મચારીઓએ ડીવાઈડરમાં રહેલા વૃક્ષોને પાણીથી તરબોળ કરતા ઠંડક સાથે વૃક્ષો લીલાછમ બનશે. આ વખતના ઉનાળામાં તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
માણસ અને પશુ પક્ષીઓ અકળાઈ ઉઠયા છે ત્યારે
વૃક્ષોને પાણીની ખાસ જરૂર હોય છે, આ સમયે દામનગર નગરપાલિકાના કર્મચારીઓએ ડીવાઈડરમાં રહેલા વૃક્ષોને પાણીના ટેન્કર દ્વારા પાણીથી તરબોળ કરતા,
વૃક્ષોને જરૂરિયાતના સમયે પાણી પીવડાવવામાં આવતા ઠંડક ફેલાઈ ગઈ છે. નગરપાલિકાના કર્મચારીઓએ પોતાની ફરજના ભાગરૂપે આ કામ કરતા અભિનંદનને પાત્ર છે.