દેશમાં કિશોરોને વેકિસનેશન જારશોરથી ચાલી રહ્યું છે ત્યારે તમામ વેક્સિન કંપનીઓ નાના બાળકો માટે પણ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની પણ માંગ કરી રહી છે, જા કે નાના બાળકોના પેરેન્ટ્‌સની આ મામલે અલગ રાય છે.
લોકલ સર્કલ્સના તાજેતરના સર્વેમાં ૪૧ ટકા ભારતીય પેરેન્ટ્‌સ હજુ ૬ થી ૧૨ વર્ષની વયવાળા બાળકોને વેક્સિન અપાવવા નથી માગતા. ૯૨ ટકા પેરેન્ટસ ઇચ્છે છે કે સરકાર નાના બાળકોમાં વેક્સિનની સાઈડ ઇફેક્ટ્‌સને લઇને ટ્રેડીંગ સિસ્ટમ બનાવે.
આ એસએમએસથી પેરેન્ટસ પાસેથી તેમનો ફિડબેક લેવામાં આવે. નાના બાળકોના વેÂક્સનેશનને લઇને હિચકિચાટનું મોટુ કારણ છે સાઈડ ઇફેક્ટની ચિંતા, વેક્સિનની ખોટી અસરથી ટ્રેકીંગ માટે પર્યાપ્ત વ્યવસ્થા ન થાય તે છે.
૬-૧૨ વર્ષની વયના બાળકોને રસી આપવા મામલે મા-બાપે કહ્યું…
* ૫૧ ટકા લોકો બોલ્યા-હા, જેવા ઉપલબ્ધ થશે લગાવશું
* ૧૮ ટકાએ કહ્યું – રસી ઉપલબ્ધ થયાના ત્રણ મહિના બાદ લગાવશું
* ૮ ટકા લોકો રસી ઉપલબ્ધ થયાના ૩ થી ૬ મહિના બાદ લગાવશે
* ૩ ટકા લોકો કોઇ બીજી રસી લગાવશે
* ૧૨ ટકા લોકો હજુ બાળકને રસી લગાવવા નથી માગતા