બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની ૯મી શાખાના પ્રારંભ સાથે

અમદાવાદના નિકોલ ખાતે બગસરા નાગરિધક શરાફી મંડળી લી. ની ૯મી શાખા અને ૪૧મી વાર્ષિક સાધારણ સભા રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને તથા મંડળીના સ્થાપક ચરેમેન રશ્વિનભાઈ ડોડીયાની આગેવાની હેઠળ યોજાઈ હતી. આ સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાએ ગુજરાતની ૬પ૩૦થી વધુ મંડળીઓમાંથી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી એ ‘‘પ્રથમ ક્રમાંક’’ મેળવ્યા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાએ સભાસદ હિતલક્ષી યોજનાઓ, પુરતુ ડિવિન્ડ, સભાસદ ભેટ તેમજ સભાસદ ને લાભદાયી વિવિધ યોજનાઓ થકી સભાસદલક્ષી નિર્ણયોથી જે વિશ્વાસ પ્રાપ્ત થયો છે. જેનાંથી મંડળી એક પરિવારની જેમ આગળ વધી ગુજરાતમાં પ્રથક ક્રમાંકે પહોંચેલ છે. તે બદલ શુભેચ્છાઓ આપી હતી. આ સમારોહમાં મુખ્ય અતિથી તરીકે દિલીપભાઈ સંઘાણી ( અધ્યક્ષ: એન.સી.યુ.આઈ તથા ઈફકો), કૌશીકભાઈ વેકરીયા (મુખ્ય નાયબ દંડક-ગુજરાત સરકાર), દિલીપદાસજી મહારજ ( મંહત જગન્નાથ મંદિર અમદાવાદ), અને વિશેષ અતિથિ તરીકે હસમુખભાઈ પટેલ(સાંસદ, રિટાબેન પટેલ(ધારાસભ્ય ગાંધીનગર), જે.વી. કાકડીયા(ધારાસભ્ય ધારી), મુખ્ય મહેમાન પ્રતિભાબેન પટેલ, પ્રેરકભાઈ શાહ, હસમુખભાઈ ગોહેલ, ડાયાભાઈ દરજી સહિતના રાજકીય તથા સહકારી ક્ષેત્રના આગેવાનોએ હાજરી આપી હતી. આ સમારોહને સફળ બનાવવા માટે મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદના ધારાસભ્ય તેમજ તજજ્ઞ ડીરેકટર કંચનબેન રાદડીયા, વિનુભાઈ રાદડીયા, શરદભાઈ લાખાણી અને એમ.ડી. મનોજભાઈ બોરડ, મહેશભાઈ વ્યાસ, કેતનભાઈ સોની, તનસુખભાઈ ઠાકર, અરવિંદભાઈ નાગ્રેચા, પરીનભાઈ રાજપુરા, જયોતિકાબેન રાવલ અને મંડળીના એમ.ડી. નિતેષ ડોડીયા, જન સેક્રેટરી ડી.જી. મહેતા સહિતના તમામ ડીરેકટરો તથા એડવાઈઝરી બોર્ડ મેમ્બરો સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.