ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ મનિષભાઈ સંઘાણીએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને ખેડૂતોના હિત માટે ૪જી બિયારણનાં ભાવોને નિયંત્રણમાં લાવવા અને માન્યતા આપવા રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયુ છે કે, સૌરાષ્ટ્ર વિસ્તાર અને અમરેલી જિલ્લામાં ગુલાબી ઇયળનાં ત્રાસથી બચવા માટે ખેડૂતો ૪જી બિયારણનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે તેની માન્યતા ના હોવાના કારણે ખેડૂતોને ૮૫૦ રૂપિયાની થેલીની ૧૬૦૦ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવવી પડી રહી છે ત્યારે જો સરકાર આ ૪જી બિયારણને માન્યતા આપે તો ભાવ પણ નિયંત્રણમાં આવે અને ખેડૂતોને પણ ફાયદાકારક સાબિત થાય તેમ છે તેવું રજૂઆતમાં જણાવ્યું હતું.