અનેક રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ નહી આવતા લોકો હેરાન-પરેશાન
રાજુલા, તા.ર૪
રાજુલાના આગરીયાથી વાવડી સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. ત્રણ વર્ષ પહેલા બનેલા રસ્તા પરથી ડામર ઉખડી જવાથી વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન- પરેશાન છે. ઉપરાંત બિસ્માર રસ્તાના કારણે ૧૫ દિવસ બાદ એસ.ટી.ની સુવિધા પણ અહીં બંધ કરી દેવામાં આવશે. આમ, જા માર્ગ રિપેરીંગ કામ કરવામાં આવે તો ગામલોકોને પડતી હાલાકી દૂર થાય તેમ છે.
રાજુલા તાલુકાના વાવડી ગામમાં રૂખડ ભગતની જગ્યા આવેલી છે. અહીં મોટા આગરીયાથી વાવડી ત્રણ કિલોમીટર થાય છે. પરંતુ મોટા આગરીયાથી વાવડી સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. અહીંથી એસ.ટી. પસાર થઈ રહી છે. પરંતુ રસ્તા પરથી ડામર ગાયબ થઈ જતા મસમોટા ખાડાઓ સર્જાયા છે.
લોકો એસ.ટી. બસમાં પણ બેસી શકતા નથી. નાના વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા છે. જેના કારણે આગામી ૧૫ દિવસમાં રસ્તો રિપેરીંગ નહી કરાય તો એસ.ટી.ની સુવિધા બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામજનોની અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી.