સલડીના રત્ન કલાકારે તેમને મળેલ રૂ. ૩ લાખની કિંમતનું હિરાનું પેકેટ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. અમરેલી હિરા બજારમાં વેપારીનું હિરાનું પેકેટ ખોવાઇ ગયું હતું. જે બાદ આ પેકેટને શોધવા પોલીસની મદદ લેવામાં આવી હતી. દરમિયાનમાં સલડીના રત્ન કલાકારે પોતાને મળેલ હિરાનું પેકેટ પરત કર્યું હતું.
અમરેલી હિરા બજારના કારખાનેદાર જયસુખભાઇ સાકરીયાનું હિરાનું પેકેટ ગાયબ થઇ જતા તેમણે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓ પેકેટ શોધી કાઢવામાં નિષ્ફળ રહેતા સીટી પોલીસની મદદ લીધી હતી. પોલીસે કારખાના તથા આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા એક વ્યક્તિને હિરાનું પેકેટ મળ્યાનું જાવામાં આવતા પોલીસે આ વ્યક્તિ સલડીના રત્ન કલાકારનો સંપર્ક સાધ્યો હતો. હિરાનું પેકેટ પરત મળી જતા કારખાનેદારે રત્ન કલાકારને રૂ. પાંચ હજારની રકમ આપી તેમનું સન્માન કર્યું હતું.