જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય જેમ કે રોકડ જમા કરાવવી, પાસબુક અપડેટ કરવી, લોકર એક્સેસ કરવું અથવા કેવાયસી અપડેટ કરવું, તો આ સમાચાર તમારા કામના છે. દર મહિનાની જેમ, જુલાઈ ૨૦૨૫માં બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. કેટલીક રજાઓ સપ્તાહના અંતે હોય છે, જ્યારે કેટલીક વિવિધ રાજ્યોમાં તહેવારોને કારણે હોય છે. તેથી જુલાઈમાં બેંકો ક્યારે બંધ રહેશે,

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બેંક રજાઓની સૂચિ અનુસાર, જુલાઈમાં બેંકો કુલ ૧૩ દિવસ બંધ રહેશે, જેમાં સપ્તાહિક રજાઓ પણ શામેલ છે. પરંતુ નોંધનીય બાબત એ છે કે દરેક રાજ્યમાં રજાઓ સમાન હોતી નથી. તેથી તમારા શહેરમાં કયા દિવસે બેંક બંધ રહેશે તે તપાસવું તમારા માટે જરૂરી છે.

દર રવિવારે બેંકો બંધ રહે છે, આ ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકિંગ સેવાઓ બંધ રહે છે. આ મહિને ૬ જુલાઈ, ૧૩ જુલાઈ, ૨૦ જુલાઈ અને ૨૭ જુલાઈના રોજ રવિવારની રજા રહેશે. તો ૧૨ જુલાઈના રોજ બીજા શનિવાર અને ૨૬ જુલાઈના રોજ ચોથો શનિવાર હોવાથી તે દિવસોમાં પણ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત પણ કેટલાક દિવસ બેંકો બંધ રહેશે.

જુલાઈ ૨૦૨૫માં કેટલાક રાજ્યોમાં ઉજવાતા ખાસ તહેવારોને કારણે બેંકો બંધ રહેશે. આ રજાઓ બધા રાજ્યોમાં લાગુ પડશે નહીં, પરંતુ બેંકો ફક્ત તે સ્થળોએ બંધ રહેશે જ્યાં આ તહેવારો ઉજવવામાં આવે છે. જુલાઈમાં બેંક રજાઓની સંપૂર્ણ યાદી આ મુજબ છે.

૩ જુલાઈ ૨૦૨૫ (ગુરુવાર)ના રોજ ખારચી પૂજા નિમિત્તે અગરતલા (ત્રિપુરા)માં બેંકો બંધ રહેશે.

૫ જુલાઈ ૨૦૨૫ (શનિવાર)ના રોજ ગુરુ હરગોવિંદજીની જન્મજયંતિના કારણે જમ્મુ અને શ્રીનગરમાં બેંકિંગ સેવાઓ બંધ રહેશે.

૧૪ જુલાઈ ૨૦૨૫ (સોમવાર)ના રોજ બેહ દેનખલામ તહેવારના કારણે શિલોંગ (મેઘાલય)માં બેંકો બંધ રહેશે.

૧૬ જુલાઈ ૨૦૨૫ (બુધવાર)ના રોજ હરેલા તહેવારના કારણે દહેરાદૂન (ઉત્તરાખંડ)માં કોઈ બેંકિંગ કાર્ય થશે નહીં.

૧૭ જુલાઈ ૨૦૨૫ (ગુરુવાર)ના રોજ યુ તિરોટ સિંહની પુણ્યતિથિના દિવસે શિલોંગ (મેઘાલય)માં બેંકો બંધ રહેશે.

૧૯ જુલાઈ ૨૦૨૫ (શનિવાર)ના રોજ કેર પૂજાના કારણે અગરતલા (ત્રિપુરા)માં બેંકિંગ સેવાઓ બંધ રહેશે નહીં.

૨૮ જુલાઈ ૨૦૨૫ (સોમવાર)ના રોજ દ્રુક્પા ત્શે-જીની ઉજવણીને કારણે ગંગટોક (સિક્કિમ)માં બેંકો બંધ રહેશે.

આ બધી રજાઓ વિવિધ રાજ્યો માટે છે, તેથી તમારા શહેરમાં બેંકો ખુલ્લી હોઈ શકે છે. આ રજાઓ ફક્ત તે રાજ્યોને અસર કરશે જ્યાં આ તહેવારો ઉજવવામાં આવે છે. અન્ય સ્થળોએ બેંકો ખુલ્લી રહેશે. બેંકની મુલાકાત લેતા પહેલા એકવાર રજાઓની સૂચિ તપાસવી જરૂરી છે.

બેંકની રજાઓ દરમિયાન તમે નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, એટીએમ અને યુપીઆઇ દ્વારા મોટાભાગની સેવાઓનો ઉપયોગ કરી શકો છો. પરંતુ  નીટ અને  આરટીજીએસ જેવી કેટલીક ટ્રાન્ઝેક્શન પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. ચેક કલીયરન્સ, ડ્રાફ્ટ રિક્વેસ્ટ, કેવાયસી અપડેટ અથવા એકાઉન્ટ ક્લોઝિંગ જેવા કાર્યો માટે રૂબરૂ મુલાકાત જરૂરી છે. તેથી રજાઓ પહેલાં આ બધા જરૂરી કાર્યો પૂરા કરવામાં સમજદારી છે.